અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
September 23, 2026
ગાંધીનગરમાં મોટો ફેરફાર કરાયો છે. અત્યાર સુધી પોલીસ અને એમ્બ્યુલન્સ માટે 112 પર કોલ કરતા ઈમરજન્સી સેવા મળતી હતી. હવે ફાયર સર્વિસને પણ આ નંબર સાથે જોડી દેવાઈ છે. અમદાવાદ શહેરમાં કે કોઈપણ જગ્યાએ આગ લાગે ત્યારે 101 ના બદલે હવે 112 પર કોલ કરવાથી ફાયરની ઈમરજન્સી સેવા મળશે.
રાજ્યની છ મહાનગર પાલિકા - અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, જામનગર તથા ભાવનગરને આ સર્વિસમાં જોડી દેવાઈ છે. 23 સપ્ટેમ્બરથી આ સર્વિસ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાશે. હવે કોઈપણ ઈમરજન્સી માટે નાગરિકોએ માત્ર એક જ કોમન નંબર 112 પર કોલ કરવાનો રહેશે, જેના પરથી પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર ત્રણેય સેવા મળશે.
101 નંબર પર કોઈ કોલ કરશે તો પણ તે કોલને પ્રાયોરિટી આપી 112ના કંટ્રોલરૂમમાં ટ્રાન્સફર કરાશે અને ત્યાંથી ફરિયાદના આધારે સર્વિસ અપાશે. આ નવી સિસ્ટમથી રિસ્પોન્સ ટાઈમ, ટ્રાવેલ ટાઈમ, ફાયરના વાહનોનો કેટેગરી આધારિત ઉપયોગ, ઘટના સ્થળની ઈમરજન્સી સહિતનો તમામ ડેટા એક જ નંબર પરથી મળશે. ફાયર વિભાગ પણ રેસ્ક્યૂ સર્વિસનું આગળનું કામ કરી શકશે.
પહેલા તબક્કામાં છ મહાનગરોને આવરી લેવાયા છે, બીજા તબક્કામાં બેઠક બાદ નિર્ણય લેવાશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે 'જનરક્ષક 112' પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ અત્યાધુનિક ટેકનોલોજી અને GPSથી સજ્જ વાહનો દ્વારા સંચાલિત થશે, જે કટોકટીમાં તાત્કાલિક પ્રતિસાદ આપશે.
Related Articles
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026