કેનેડાના PM ' અમેરિકા પર આધાર ઘટાડવા યુરોપિયન- યુનિયન' તરફ

September 23, 2026

ઑટાવા : કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની, અમેરિકા ઉપર કેનેડાનો આધાર ઘટાડવા યુરોપિયન યુનિયન તરફ વળ્યા છે. અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે કેનેડા ઉપર ભારે ટેરિફ લગાડયા પછી કેનેડાના ઉદ્યોગોને પણ દક્ષિણ અમેરિકામાં ખેંચવાની ધમકી પણ ટ્રમ્પે ઉચ્ચારી હતી. તેથી કાર્નીએ યુરોપ તરફ વળવા નિર્ણય લીધો છે.

અમેરિકા સાથેની તેમની (કેનેડાની) વ્યાપારી મંત્રણાઓ તો ક્યારની સ્થગિત થઈ ગઈ છે એવું પણ જાણવા મળ્યું છે કે, ગત સપ્તાહે કાર્નીએ આ નિર્ણયને આખરી ઓપ આપ્યો હતો તે માટે તેઓ ન્યુ ફાઉન્ડલેન્ડ પાસેના ફ્રાંસના ટાપુ સેન્ટ પીથરે એટ લિક્વનોનની મુલાકાતે પહોંચેલા ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને મળ્યા હતા.

કાર્ની અમેરિકા પરનો આધાર છોડવા એટલા અધીરા બન્યા છે કે તે માટે તેમણે વંટોળની જેમ વિવિધ મુલાકાતો શરૂ કરી દીધી હતી તે પૂર્વે તેઓએ ટોરેન્ટોમાં દુનિયાના સૌથી મોટા રોકાણકારોની પણ એક મિટિંગ બોલાવી હતી. તે રીતે કેનેડાના મજબૂત અર્થતંત્રને વધુ મજબૂત કરવા તેમનો પ્રયાસ હતો.

આ પછી તેઓ ફ્રાંસના સ્ટ્રાસબર્ગ પહોંચ્યા ત્યાંથી યુરોપીયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન દેર લેયેનને મળ્યા. ઉર્સુલા વોન દેર લેયન ત્યાંથી લીવરપુલ (ઇંગ્લેન્ડ) ગયા હતાં જ્યાં તેઓએ યુરોપીયન યુનિયનની વર્તમાન સ્થિતિ અને ભાવિ કાર્યક્રમ વિષે વકતવ્ય આપ્યું હતું તે સમયે પણ માર્ક- કાર્ની ત્યાં ઉપસ્થિત રહ્યા હતા.
s
ટૂંકમાં અમેરિકા સાથે ૮૦ ટકા જેટલા વ્યાપાર ઘરાવતા કેનેડા ઉપર પણ અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે લાદેલા ટેરિફથી કેનેડાની નિકાસને ભારે મોટો ધક્કો પહોંચ્યો છે. તેને પહોંચી વળવા કાર્નીએ વિવિધ દેશો સાથે વ્યાપાર વધારવા અને કાર્યવાહીમાં વૈવિધ્ય લાવવા લીધેલા નિર્ણયને પગલે તેઓએ સૌથી પહેલા યુરોપિયન યુનિયન સાથે એસોસીએટ મેમ્બર તરીકે જોડાવા નિર્ણય લીધો છ.
તે પણ સર્વવિદિત છે કે ટ્રમ્પે યુરોપીય દેશો ઉપર પણ ભારે ટેરિફ લાદતા તે દેશોએ આપસી વ્યપાર વધાર્યો છે.