Breaking News :
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં

શ્રીલીલાનો છબરડોઃ આર્ટસ કોલેજમાં જઈ પૂછ્યું, અહીં ડોક્ટરો કેટલા?

January 10, 2026

મુંબઈ : સાઉથની હિરોઈન શ્રીલીલાએ એક આર્ટસ કોલેજમાં જઈ અહીં ડોક્ટરો કેટલા છે તેવો સવાલ કરતાં હાસ્યની છોળો ઉડી હતી. તેનો આ વિડીયો ઈન્ટરનેટ પર વાયરલ બન્યો છે અને નેટયૂઝર્સએ તેને સાઉથની આલિયા ભટ્ટની ઉપમા પણ આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે વર્ષો અગાઉ આલિયા ભટ્ટ પણ તેનાં કંગાળ સામાન્ય નોલેજ માટે મજાકનો ભોગ બની હતી. 'પુષ્પા ટુ'માં આઈટમ સોંગ દ્વારા જાણીતી બનેલી શ્રીલીલા પોતાની તમિલ ફિલ્મ 'પરાશક્તિ'ના પ્રમોશન માટે એક આર્ટ્સ  કોલેજમાં ગઈ હતી. જોકે, પોતે એક આર્ટ્સ કોલેજમાં છે તે પળવાર માટે ભૂલી ગઈ હતી. શ્રીલીલા પોતે ક્વોલિફાઈડ એમબીબીએસ હોવાથી  તેણે અહીં ડોક્ટરો કેટલા છે તેવું સાહજિક રીતે જ પૂછી લીધું હતું. તેનો આ સવાલ સાંભળ્યા પછી સહકલાકારો અને વિદ્યાર્થીઓ પણ ખડખડાટ હસી પડયા હતા. ત્યારબાદ શ્રીલીલાને પોતે છબરડો વાળ્યો છે તેવો  ખ્યાલ આવ્યો હતો.