ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ, દક્ષિણ કોરિયા સહિત અમેરિકા અને જાપાન ભડક્યાં
September 20, 2026
ન્યુ યોર્ક ઃ ઉત્તર કોરિયાએ 20 સપ્ટેમ્બર 2026, રવિવારના રોજ કોરિયાઈ દ્વીપકલ્પના પૂર્વમાં સમુદ્ર તરફ એક બેલિસ્ટિક મિસાઇલ દાગી હતી. જાપાનના સંરક્ષણ મંત્રાલય અને દક્ષિણ કોરિયાના સંરક્ષણ દળો અનુસાર, આ મિસાઇલ ઉત્તર કોરિયાના વોનસાન વિસ્તારમાંથી છોડવામાં આવી હતી, અને તે જાપાનના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રની બહાર જઈને પડી હતી. છેલ્લા એક સપ્તાહમાં ઉત્તર કોરિયાનો આ બીજો મિસાઇલ ટેસ્ટ છે. આ પહેલા 12 સપ્ટેમ્બર 2026 ના રોજ પણ મિસાઇલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ઉત્તર કોરિયાનો આ આકરો નિર્ણય અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયા વચ્ચે તાજેતરમાં યોજાયેલા સંયુક્ત નૌકાસૈન્ય અભ્યાસ બાદ આવ્યો છે. આ સૈન્ય કવાયત 29 ઓગસ્ટ થી 10 સપ્ટેમ્બર 2026 દરમિયાન ગુઆમ (Guam) નજીક યોજાઈ હતી. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગે શુક્રવારે નિવેદન આપ્યું હતું કે, અમેરિકાની આગેવાની હેઠળની સૈન્ય કવાયતો જ કોરિયાઈ દ્વીપકલ્પમાં તણાવ વધારવા માટે જવાબદાર છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ઉત્તર કોરિયા પોતાના અણુશસ્ત્રોને મજબૂત કરવાની નીતિમાં કોઈ ફેરફાર કરશે નહીં
Related Articles
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મોસ્કોમાં ભારે તબાહી
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મ...
Sep 20, 2026
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના બહેનની ધરપકડ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના...
Sep 20, 2026
યુદ્ધ ખતમ થવાના એંધાણ ! ઈરાન 3 મોટી શરતો સાથે અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર
યુદ્ધ ખતમ થવાના એંધાણ ! ઈરાન 3 મોટી શરતો...
Sep 20, 2026
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્નની પાર્ટીમાં પુતિનના સાથીઓએ અબજોનો ખર્ચો કર્યો
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્ન...
Sep 19, 2026
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્સી જાહેર, ભારતે મોકલી HIVની 10 ટન દવા
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્...
Sep 19, 2026
વધુ એક દેશ પર અમેરિકાનો કબજો? ટ્રમ્પે ડેનમાર્ક સાથેની ડીલ અંગે ફોડ પાડ્યો
વધુ એક દેશ પર અમેરિકાનો કબજો? ટ્રમ્પે ડે...
Sep 19, 2026
Trending NEWS
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
18 September, 2026
18 September, 2026