યુદ્ધ ખતમ થવાના એંધાણ ! ઈરાન 3 મોટી શરતો સાથે અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર
September 20, 2026
ન્યુ યોર્ક : અમેરિકા સાથે ચાલી રહેલા સંઘર્ષ અને યુદ્ધનો અંત લાવવા માટે ઈરાને ફરી એકવાર વાતચીત તરફ પગલું ભર્યું છે. ઈરાને મધ્યસ્થી દેશો સમક્ષ કેટલીક ચોક્કસ શરતો મૂકી છે, જેના આધારે તે અમેરિકા સાથે ફરીથી વાટાઘાટો શરૂ કરવા તૈયાર છે. જોકે, આ શાંતિ પહેલ વચ્ચે ઈરાને અમેરિકા તરફથી થઈ રહેલી સંભવિત સૈન્ય કાર્યવાહી સામે આકરી જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી પણ ઉચ્ચારી છે.
ઈરાનના સુરક્ષા પ્રમુખ મોહસીન રેઝાઈએ એક મુલાકાતમાં સ્પષ્ટ કર્યું છે કે, તેઓ અમેરિકા સાથે ફરી વાતચીત માટે તૈયાર છે. તેમણે જણાવ્યું કે, ઈરાનની શરતોમાં તમામ મોરચે યુદ્ધનો સંપૂર્ણ અંત લાવવો, વિદેશોમાં ફ્રીઝ કરાયેલા ઈરાની નાણાંને મુક્ત કરવા અને નૌકાદળની નાકાબંધી તાત્કાલિક હટાવવાનો સમાવેશ થાય છે. હાલમાં કતાર અને પાકિસ્તાનના મધ્યસ્થીઓ સાથે આ અંગે ચર્ચા ચાલી રહી છે અને હવે ઈરાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ના પ્રતિભાવની રાહ જોઈ રહ્યું છે.
ઈરાનના સૈન્ય કમાન્ડને બાતમી મળી છે કે, અમેરિકા કેટલાક સ્થાનિક દેશોના સમર્થનથી ઈરાન વિરુદ્ધ ફરી સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. ઈરાની સેનાએ સખત ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો અમેરિકા કોઈ પણ પ્રકારનો હુમલો કરશે, તો આ વિસ્તારમાં રહેલા અમેરિકી સૈન્ય થાણાઓ અને તેના હિતો પર સતત વળતા પ્રહારો કરવામાં આવશે. આ ઉપરાંત, અમેરિકાને સાથ આપનારા દેશોને પણ આ સંઘર્ષમાં સીધા સામેલ ગણીને નિશાન બનાવવામાં આવશે.
ઈરાને માત્ર અમેરિકા સાથે જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારમાં શાંતિ સ્થાપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મોહસીન રેઝાઈએ ઉમેર્યું હતું કે, ઈરાન સાઉદી અરેબિયા અને યમન વચ્ચેના યુદ્ધનો અંત લાવવામાં મદદરૂપ બનવા તૈયાર છે. આ સિવાય તે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવ અને સંઘર્ષને સમાપ્ત કરવામાં પણ સક્રિય ભૂમિકા ભજવવા માંગે છે.
Related Articles
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મોસ્કોમાં ભારે તબાહી
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મ...
Sep 20, 2026
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ, દક્ષિણ કોરિયા સહિત અમેરિકા અને જાપાન ભડક્યાં
ઉત્તર કોરિયાએ લોન્ચ કરી બેલિસ્ટીક મિસાઈલ...
Sep 20, 2026
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના બહેનની ધરપકડ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના...
Sep 20, 2026
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્નની પાર્ટીમાં પુતિનના સાથીઓએ અબજોનો ખર્ચો કર્યો
ભારતને શિખામણ આપતા ટ્રમ્પના પુત્રની લગ્ન...
Sep 19, 2026
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્સી જાહેર, ભારતે મોકલી HIVની 10 ટન દવા
એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્...
Sep 19, 2026
વધુ એક દેશ પર અમેરિકાનો કબજો? ટ્રમ્પે ડેનમાર્ક સાથેની ડીલ અંગે ફોડ પાડ્યો
વધુ એક દેશ પર અમેરિકાનો કબજો? ટ્રમ્પે ડે...
Sep 19, 2026
Trending NEWS
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
18 September, 2026
18 September, 2026