યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂંટણી, પ્રમુખ પુતિનની પાર્ટી પ્રચંડ બહુમતી તરફ જીત ભણી
September 21, 2026
યુક્રેન સાથેના યુદ્ધની વચ્ચે રશિયાની સંસદ 'સ્ટેટ ડ્યુમા'ની 450 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો સામે આવવાના શરૂ થઈ ગયા છે. ફેબ્રુઆરી 2022માં યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પ્રથમ વખત યોજાયેલી આ ચૂંટણીમાં પ્રમુખ વ્લાદિમીર પુતિનની સત્તાધારી 'યુનાઇટેડ રશિયા' પાર્ટી અત્યાર સુધીની મતગણતરીમાં 57 ટકા વોટ સાથે સંગીન અને મોટી જીત તરફ આગળ વધી રહી છે.
ચૂંટણી પંચના પ્રાથમિક આંકડા અનુસાર, પુતિનની પાર્ટીને સંસદમાં બે-તૃતીયાંશ બહુમતી મળવાની પૂરેપૂરી શક્યતા છે. આ ચૂંટણીમાં લગભગ 57 ટકા જેટલું ઉત્સાહજનક મતદાન નોંધાયું છે, જે પાછલી ચૂંટણીઓ કરતાં વધુ છે. પ્રમુખ પુતિને આ મતદાનને રાષ્ટ્રીય એકતા અને સરહદ પર લડી રહેલા રશિયન સૈનિકોના સમર્થન સાથે સરખાવ્યું હતું. આ ચૂંટણીના આખરી અને સત્તાવાર પરિણામો ૨૫ સપ્ટેમ્બરની આસપાસ જાહેર કરવામાં આવશે.
રશિયન સરકારે યુદ્ધનો ખુલ્લેઆમ વિરોધ કરતી 'યાબ્લોકો' જેવી વિપક્ષી પાર્ટીઓ અને યુદ્ધ-વિરોધી વલણ ધરાવતા ઉમેદવારોને મુખ્ય રાષ્ટ્રીય યાદીમાંથી બહાર કરી દીધા હતા. આના કારણે મેદાનમાં માત્ર એ જ પક્ષો બાકી રહ્યા હતા જેઓ પ્રમુખ પુતિન અને સરકારની નીતિઓનું સમર્થન કરતા હોય.
ચૂંટણીના અંતિમ દિવસે યુક્રેને મોસ્કો અને આસપાસના વિસ્તારોને નિશાન બનાવીને 1600 થી વધુ ડ્રોન વડે ભીષણ હુમલો કર્યો હતો, જેમાંથી આશરે 450 ડ્રોન સીધા મોસ્કો તરફ જઈ રહ્યા હતા. આ હુમલામાં બે લોકોના મોત થયા હતા અને રાજધાનીની એક મોટી ઓઇલ રિફાઇનરીને નુકસાન પહોંચ્યું હતું.
યુક્રેનના આ મોટા હુમલા બાદ રશિયા ટૂંક સમયમાં જ આકરો જવાબી હુમલો કરે તેવી શક્યતા છે. બીજી તરફ, હુમલા બાદ યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી અને રશિયન ઓઈલ ખરીદી પર પ્રતિબંધ લાદતા નવા અમેરિકન બિલ પર હસ્તાક્ષર કરવા બદલ ટ્રમ્પનો આભાર માન્યો હતો.
Related Articles
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા ઇરાનની મંજૂરી
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી...
Nov 04, 2026
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી સુંદર શામ અરોરાના 16 ઠેકાણે EDના દરોડા
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ...
Nov 02, 2026
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હાઉસ’માં વાળ કાપવાની ફરિયાદ બાદ 15 છાત્રા સહિત 80 સામે કાર્યવાહી
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હ...
Nov 02, 2026
વાવાઝોડું ‘મુરાસુ’ની અસરથી આંધ્ર-તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના
વાવાઝોડું ‘મુરાસુ’ની અસરથી આંધ્ર-તમિલનાડ...
Nov 02, 2026
મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારમાં 3 લોકોના મોત
મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારમાં 3 લ...
Nov 01, 2026
જમ્મુ-કાશ્મીરમાં બળવો, 25 ધારાસભ્યોનું અલ્ટીમેટમ, સરકાર સામે સંકટના વાદળો
જમ્મુ-કાશ્મીરમાં બળવો, 25 ધારાસભ્યોનું અ...
Nov 01, 2026
Trending NEWS
02 November, 2026
02 November, 2026
02 November, 2026
02 November, 2026
02 November, 2026
02 November, 2026
02 November, 2026
02 November, 2026
01 November, 2026
01 November, 2026