હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે, ઈરાનને મળશે 25 અબજ ડોલર: જાણો કેવી હશે US-ઈરાન પીસ ડીલ
June 14, 2026
રોયટર્સના અહેવાલ મુજબ, ઈરાનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, આ ડ્રાફ્ટ કરાર હેઠળ ઈરાને વચન આપ્યું છે કે,તે પરમાણુ હથિયાર નહીં બનાવે અને તેને મેળવવાનો પ્રયાસ પણ નહીં કરે. પરમાણુ કાર્યક્રમ પર નિયંત્રણ: ઈરાન પોતાના દેશમાં રહેલા ઉચ્ચ સ્તરે સંવર્ધિત યુરેનિયમનું સ્તર ઘટાડશે. આ પ્રક્રિયા કેવી રીતે હાથ ધરવામાં આવશે તેની ટેકનિકલ રૂપરેખા બંને પક્ષો આગામી 60 દિવસમાં નક્કી કરશે. 25 અબજ ડોલરનું ફંડ થશે મુક્ત: આ કરારનો સૌથી મોટો ફાયદો ઈરાનને મળશે. અમેરિકા તેના ફ્રીઝ કરેલા અંદાજે 25 અબજ ડોલરના ફંડને મુક્ત કરવા સંમત થયું છે. આ રકમ ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર, પ્રાદેશિક દેશોના સહયોગ અથવા ફાઇનાન્સિયલ ક્રેડિટ લાઇન દ્વારા ઈરાન મેળવી શકશે. તેલ પ્રતિબંધોમાં છૂટ: અમેરિકા થોડા સમય માટે ઈરાન પર લદાયેલા તેલ પ્રતિબંધોમાં છૂટછાટ આપશે. આનાથી ઈરાન આંતરરાષ્ટ્રીય બજારમાં ફરી તેલ વેચી શકશે અને તેનાથી થનારી કમાણી પોતાની પાસે રાખી શકશે, જે તેના અર્થતંત્ર માટે મોટી રાહત સાબિત થશે. આ ડીલ સાઇન થતાં જ ઈરાન તમામ વ્યાપારી જહાજો માટે હોર્મુઝ સ્ટ્રેટને તાત્કાલિક ખોલી દેશે. તેના બદલામાં અમેરિકા ઈરાની જહાજો અને બંદરો પર લાદવામાં આવેલી નૌકાદળની નાકેબંધી ને સમાપ્ત કરશે. આ કરાર ક્યારે ફાઇનલ થશે તેને લઈને હજુ સંપૂર્ણ સ્પષ્ટતા નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે આ કરાર પર રવિવારે જ હસ્તાક્ષર થઈ શકે છે. બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે પણ જણાવ્યું છે કે ઇલેક્ટ્રોનિક માધ્યમથી હસ્તાક્ષર કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
Related Articles
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વારા અંધાધૂંધ ફાયરિંગ, 27 મોત
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વાર...
Sep 27, 2026
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ્ખલન, 10 પવર્તારોહકો ગુમ
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ...
Sep 27, 2026
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026