Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

તમિલનાડુમાં SIRની અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ, 74 લાખ નામ દૂર કરાયા

February 24, 2026

ચેન્નાઈ: તમિલનાડુના મુખ્ય ચૂંટણી અધિકારી અર્ચના પટનાયકે રાજ્યમાં ચૂંટણી પંચની SIR પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ મતદાર યાદીની જાહેરાત કરી હતી. આ અંતિમ મતદાર યાદી અનુસાર  તમિલનાડુમાં 74 લાખથી વધુ નામો યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીઓ પણ ટૂંક સમયમાં યોજાવાની છે. ચૂંટણી પંચ માર્ચમાં ચૂંટણીની તારીખો જાહેર કરે તેવી શકયતા છે. તેથી  મતદાર યાદીમાંથી આટલી મોટી સંખ્યામાં મતદારોના નામ કમી થવા મોટી ઘટના માનવામાં આવી રહ્યા છે. 

તમિલનાડુમાં SIR પ્રક્રિયા શરૂ થતા પૂર્વે  27 ઓક્ટોબર, 2025 ના રોજ મતદારોની સંખ્યા 6. 41 કરોડ  હતી. જયારે હવે, 23 ફેબ્રુઆરી, 2026 ના રોજ જાહેર કરાયેલ અંતિમ SIR મતદાર યાદી અનુસાર, તમિલનાડુમાં મતદારોની સંખ્યા ઘટીને  5.67 કરોડ  થઈ છે. રાજ્યમાં મતદાર યાદીમાંથી  74 લાખથી વધુ નામો દૂર કરવામાં આવ્યા છે. જે મતદારોને અંતિમ મતદાર યાદી સામે વાંધો હોય તેઓ અંતિમ યાદી જાહેર થયા પછી અધિકારીઓનો સંપર્ક કરી શકે છે . ચૂંટણી પંચે રાજકીય પક્ષો સાથે અંતિમ યાદી પણ શેર કરી  છે.