ભારત સહિત કોઈ પણ દેશમાં આઇફોન બનાવ્યા તો 25 ટકા ટેરિફ: એપલને ટ્રમ્પની ધમકી

May 23, 2025

દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એપલના ફાઉન્ડર ટીમ કૂકને ચેતવણી આપી છે. તેમણે અમેરિકા સિવાય અન્ય કોઈપણ દેશમાં આઈફોનનું ઉત્પાદન કરવા પર 25 ટકા ટેરિફ ચૂકવવાની ફરજ પાડતો આદેશ જાહેર કર્યો છે.
ટ્રમ્પે એપલના ટીમ કૂકને ચેતવણી આપી છે કે, તમે અમેરિકા સિવાય ભારત જ નહીં, અન્ય કોઈપણ દેશમાં આઈફોનનું ઉત્પાદન કર્યું તો તમારે અમેરિકાને 25 ટકા ટેરિફ ચૂકવવો પડશે. આ નિર્દેશ પર ધ્યાન આપવા બદલ આભાર. ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે પોસ્ટ કરી છે કે, મેં બહું પહેલાં જ એપલના ટીમ કૂકને આ સંદર્ભે ચેતવ્યા હતાં. મને અપેક્ષા છે કે, અમેરિકામાં વેચાણ થતાં આઈફોનનું ઉત્પાદન અમેરિકામાં જ થશે. ન કે ભારત કે અન્ય કોઈ સ્થળ પર. જો અન્ય સ્થળ પર ઉત્પાદન કર્યું તો એપલે અમેરિકાને ઓછામાં ઓછો 25 ટકા ટેરિફ ચૂકવવો પડશે.