ઘરની બાલકનીમાં ભાજપ નેતાનો લટકતો મૃતદેહ મળ્યો, પ.બંગાળના હુગલીની ચોંકાવનારી ઘટના
June 21, 2025
પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના ગોઘાટમાં શનિવારે (21મી જૂન) ભાજપના લઘુમતી મોરચા મંડળના અધ્યક્ષ શેખ બકીબુલ્લાનો મૃતદેહ તેમના જ ઘરની બાલકનીમાં લટકતો મળી આવ્યો હતો. મૃતકના પરિવારજનો અને ભાજપના કાર્યકરોએ આ ઘટનાને રાજકીય કાવતરું ગણાવ્યું છે અને તેને હત્યા ગણાવી છે. અહેવાલો અનુસાર, હુગલી જિલ્લાના ગોઘાટમાં શનિવારે સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ પરિવારજનો જાગ્યા ત્યારે જોયું કે શેખ બકીબુલ્લાનોનો મૃતદેહ ઘરની બાલકનીમાં લટકતો હતો. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે તેના બંને હાથ દોરડાથી બાંધેલા હતા. મૃતદેહની સ્થિતિ અને ઘટનાસ્થળની સ્થિતિ જોતાં આપઘાત કરતાં હત્યાની શંકા વધુ થઈ રહી છે. પરિવારજનોનું કહેવું છે કે, મૃતક શેખ બકીબુલ્લાહ આપઘાત કરી શકે છે. પરિવારજનોનો આરોપી છે કે, રાજકીય દુશ્મનાવટને કારણે તેમની હત્યા કરવામાં આવી હતી અને બાદમાં પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને લટકાવી દેવામાં આવ્યો હતો. પરિવારના જણાવ્યા મુજબ, મૃતક શેખ બકીબુલ્લાહને ધમકીઓ મળી રહી હતી. ઘટનાની જાણ થતાં જ ગોઘાટ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ સ્થાનિક લોકોએ પોલીસના કારને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. પોલીસને પણ મૃતદેહને કબજામાં લેવા માટે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં, જ્યારે ભાજપના વરિષ્ઠ નેતાઓ ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી શકી હતી. ઉલ્લેખનીય કે, મૃતક શેખ બકીબુલ્લા ભાજપના લઘુમતી મોરચા સાથે સંકળાયેલા હતા અને ગોઘાટ મંડળના અધ્યક્ષ તરીકે કાર્યરત હતા. તેમને પાર્ટીના સક્રિય કાર્યકર માનવામાં આવતા હતા. તેમના મૃત્યુના સમાચાર મળતા જ પાર્ટીના સ્થાનિક અને જિલ્લા સ્તરના નેતાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
Related Articles
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત...
May 09, 2026
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ...
May 09, 2026
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મ...
May 09, 2026
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
Trending NEWS
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં...
09 May, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026