4 વર્ષની બાળકીના દુષ્કર્મીને હાઈકોર્ટે આપી રાહત, ફાંસી માફી કરી હવે આ સજા આપી, કારણ પણ જણાવ્યું
June 21, 2025
મધ્ય પ્રદેશમાંથી એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. જ્યાં કોર્ટે એક ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારા ગુનેગારને રાહત આપી દીધી છે. કોર્ટે ગુનેગારને મોતની સજા ઓછી કરી 25 વર્ષની જેલની સજામાં બદલી દીધી છે. કોર્ટે તેનું કારણ પણ જણાવ્યું છે. આ સિવાય કોર્ટે ગુનેગારને 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. મધ્ય પ્રદેશની હાઈકોર્ટે ચાર વર્ષીય બાળકી સાથે દુષ્કર્મના ગુનેગારને મોતની સજાને 25 વર્ષની સખત કેદમાં બદલી છે. કોર્ટે ગુનેગારની મોતની સજાને બદલતા તેનું કારણ પણ જણાવ્યું છે. કોર્ટનું કહેવું છે કે, ગુનેગાર અશિક્ષિત છે અને એક ગરીબ આદિવાસી પરિવારમાંથી આવે છે. જસ્ટિસ વિવેક અગ્રવાલ અને જસ્ટિસ દેવનારાયણ મિશ્રાની ખંડપીઠે સ્વીકાર કર્યો કે, અપીલકર્તાએ એક ક્રૂર કૃત્ય કર્યું કારણકે, તેણે એક ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને તેનું ગળું દબાવીને તેને મરવા માટે છોડી દીધી. પરંતુ, ગુનેગાર 20 વર્ષીય અશિક્ષિત યુવક છે અને આદિવાસી સમાજમાંથી આવે છે, તેના માતા-પિતાએ તેને ક્યારેય શિક્ષણ આપવાનો પ્રયાસ નથી કર્યો. તેનું યોગ્ય રીતે ધ્યાન ન રાખ્યું તેથી ગુનેગારે પોતાનું ઘર છોડી દીધું અને એક ઢાબામાં રહીને કામ કરી રહ્યો હતો. ઢાબાનો માહોલ સારી પરવરિશ માટે અનુકૂળ ન હોય શકે, તેથી કોર્ટે યૌન અપરાધોથી બાળકોના સંરક્ષણ (પોક્સો) અધિનિયમની કલમ 6 હેઠળ દંડનીય ગુના માટે મોતની સજાને 25 વર્ષની સખત કેદમાં બદલી છે. મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લાની પૉક્સો કોર્ટે 21 એપ્રિલ, 2023ના દિવસે યુવકને મોતની સજા સંભળાવી હતી. ફરિયાદીના જણાવ્યા અનુસાર, આરોપીઓએ 30-31 ઓક્ટોબર, 2022ની રાત્રે બાળકીનું તેના ઝૂંપડામાંથી અપહરણ કર્યું હતું અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં બાળકી બેભાન અવસ્થામાં મળી આવી હતી.
Related Articles
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત...
May 09, 2026
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ...
May 09, 2026
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મ...
May 09, 2026
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
Trending NEWS
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં...
09 May, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026