મધ્ય-પૂર્વમાં સંકટની અસર, શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલના ભાવ 400 રૂપિયા પાર
March 22, 2026
કોલંબો : મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ભયાનક સંઘર્ષની સીધી અસર હવે પડોશી દેશ શ્રીલંકા પર જોવા મળી રહી છે. રવિવારે શ્રીલંકા સરકારે ઈંધણના ભાવમાં ઝીંકેલા 25% સુધીના તોતિંગ વધારાએ જનતાની કમર તોડી નાખી છે. ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવ અને હોર્મુઝની ખાડી બંધ થવાને કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર અસર પડી છે, જેના પગલે શ્રીલંકાએ એક જ અઠવાડિયામાં બીજી વાર ભાવ વધારો કરવો પડ્યો છે. નવા વધારા બાદ શ્રીલંકામાં ઓટો ડીઝલની કિંમત 303 રૂપિયાથી વધીને 382 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે, જ્યારે સુપર ડીઝલ 443 રૂપિયા સુધી પહોંચી ગયું છે. પેટ્રોલના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે, જેમાં 92 ઓક્ટેન પેટ્રોલ હવે 398 રૂપિયા અને 95 ઓક્ટેન 455 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. આ ઉપરાંત કેરોસીનના ભાવમાં પણ 30%થી વધુનો વધારો ઝીંકવામાં આવ્યો છે. ઈંધણ મોંઘું થતા જ ખાનગી બસ ઓપરેટરોએ ભાડામાં 15% વધારાની માંગ કરી છે અને જો માંગ પૂરી નહીં થાય તો દેશવ્યાપી હડતાળની ચીમકી આપી છે. નેશનલ ટ્રાન્સપોર્ટ કમિશનના જણાવ્યા મુજબ બસ ભાડામાં 10%થી વધુનો વધારો નિશ્ચિત માનવામાં આવે છે. આ મોંઘવારીને કારણે આગામી દિવસોમાં દેશમાં ફુગાવો 5થી 8 ટકા સુધી વધી શકે તેવી ભીતિ છે.
Related Articles
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો કહેર: 3 પ્રવાસીઓના મોત બાદ WHOએ જાહેર કરી એડવાઈઝરી
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો...
May 11, 2026
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચીડિયામાં મળ્યો ખતરનાક વાઈરસ
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચ...
May 10, 2026
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20 કરોડની ખંડણીની માગ
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપ...
May 10, 2026
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 09, 2026
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પ...
May 09, 2026
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિકા આખરે સહમત
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિ...
May 09, 2026
Trending NEWS
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20...
10 May, 2026