મુંબઈમાં 5 દિવસ ભયંકર વરસાદ અને હાઈ ટાઈડની ચેતવણી, દરિયો બતાવી રહ્યો છે રૌદ્ર સ્વરૂપ
June 24, 2025
ભારતીય હવામાન વિભાગે 24 જૂનથી 28 જૂન સુધી મુંબઈ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. 24 જૂનથી 28 જૂન, 2025 સુધી સતત 5 દિવસ માટે દરિયામાં હાઈ ટાઈડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાઈ ટાઈડ એટલે કે ભરતી દરમિયાન દરિયામાં સાડા ચાર મીટરથી વધુ ઊંચા મોજા ઉછળી શકે છે.
IMD અનુસાર, 25 થી 30 જૂન સુધી મુંબઈમાં હવામાન ખરાબ રહેશે. ભારે વરસાદની શક્યતા છે. 24 જૂનથી 28 જૂન સુધી હાઈ ટાઈડની શક્યતા છે. આજે સવારે 11:15 વાગ્યે અરબી સમુદ્રમાં 4.59 મીટર ઊંચા મોજા ઉછળ્યા હતા. હવામાન વિભાગે જૂનથી સપ્ટેમ્બર સુધીના 4 મહિનામાં 19 દિવસ સુધી હાઈ ટાઈડનું એલર્ટ જાહેર કર્યું છે.
તેમજ મુંબઈમાં દરિયો તેના રૌદ્ર સ્વરૂપમાં હોવાથી, બીએમસીએ પ્રવાસીઓને દરિયાથી દૂર રહેવાની સલાહ આપી છે. મુંબઈ પોલીસે મુંબઈના જૂહુ સહિત અન્ય બીચ પર તકેદારી વધારી દીધી છે. બીએમસીએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે.
હવામાન વિભાગના અહેવાલ મુજબ, આગામી 2 દિવસમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધશે. ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, રાજસ્થાન, પંજાબના કેટલાક ભાગો, હરિયાણા-ચંદીગઢ અને દિલ્હીના કેટલાક વિસ્તારો, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ અને જમ્મુના કેટલાક વિસ્તારોમાં ચોમાસુ આગળ વધશે. તેમજ 25 જૂનથી ઉત્તરપશ્ચિમ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આગામી 7 દિવસમાં મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.
Related Articles
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા પર ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે સરકારને તતડાવી
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્...
May 09, 2026
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ...
May 09, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર: રાહુલ ગાંધીના આકરા પ્રહાર
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્ય...
May 09, 2026
Trending NEWS
09 May, 2026
09 May, 2026
09 May, 2026
09 May, 2026