ગુજરાતમાં આવતીકાલથી ત્રણ દિવસ માવઠાની આગાહી, કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે પડશે વરસાદ
December 25, 2024
અમદાવાદ : ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી છ દિવસમાં ઠંડી અને કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 28 ડિસેમ્બર સુધીમાં રાજ્યાના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 15થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે, ત્યારે ખેડૂતોની ચિંતા વધી છે. 29થી 31 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં શુષ્ક હવામાનની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આવતી કાલથી 28 ડિસેમ્બર સુધીમાં વરસાદની આગાહી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા 26-27 ડિસેમ્બરમાં કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે 28 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
રાજ્યમાં આવતી કાલથી ત્રણ દિવસ દરમિયાન ભર શિયાળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યારે આ મહિનાના અંત સુધી એટલે કે, 29થી 31 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં શુષ્ક હવામાનની સંભાવના છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદરમાં નલિયામાં 8.5 સે., અમરેલીમાં 9.7 સે., રાજકોટમાં 9.8 સે., સુરેન્દ્રનગરમાં 12.6 સે., ગાંધીનગર 13 સે., વડોદરામાં 14 સે., અમદાવાદમાં 15 સે., વી.વી. નગરમાં 16.4 સે. તાપમાન નોંધાયું છે.
Related Articles
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું, 12 વર્ષના માસૂમનું કરૂણ મોત!
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ...
Sep 29, 2026
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો:PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં ડબલ જજની બેન્ચે કેજરીવાલની અપીલ ફગાવી
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો...
Sep 29, 2026
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડાતાં 3 યુવાનોના મોત, 3 યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બ...
Sep 28, 2026
Trending NEWS
30 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026