વડોદરામાં આજે પીએમ મોદીનો જેન-ઝી સાથે સંવાદ, 35000 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ, એક કિમીનો ગુંબજ બનાવાયો
September 08, 2026
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે ગુજરાત અને મહારાષ્ટ્રના એક દિવસીય પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન વડોદરા ખાતે આયોજિત ખાસ કાર્યક્રમમાં પીએમ મોદી દેશના યુવાનો એટલે કે જેન ઝી એટલે કે Gen Z સાથે સીધો સંવાદ સાધશે. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં હજારો કરોડ રૂપિયાના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે.
કરોડોના પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અંગે વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે આવતીકાલે 8 સપ્ટેમ્બરે હું વડોદરા, નવસારી અને મુંબઈના કાર્યક્રમોમાં ભાગ લઈશ. આમાં 35,000 કરોડથી વધુના મુખ્ય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અથવા શિલાન્યાસ અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ત્રણ મુખ્ય વિભાગોનું રાષ્ટ્રને સમર્પણ શામેલ છે, જે લોજિસ્ટિક્સ ક્ષેત્રને પ્રોત્સાહન આપશે.
પીએમ મોદી મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ GFF 2026માં પણ હાજરી આપશે. નિવેદન મુજબ તેઓ જે પ્રોજેક્ટ્સ સમર્પિત કરશે તેમાં WDFCના ત્રણ મહત્વપૂર્ણ વિભાગોનો સમાવેશ થાય છે, જે 326 કિલોમીટર સુધી ફેલાયેલા છે અને 20,700 કરોડથી વધુના ખર્ચે વિકસાવાયા છે. આ વિભાગોમાં સાણંદ ઉત્તર-મકરપુરા, ન્યૂ ઉમરગાંવ-ન્યૂ સફલે અને ન્યૂ સફલે-જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટી JNPAનો સમાવેશ થાય છે.
JNPA સાથે સીધી કનેક્ટિવિટીથી આયાત-નિકાસ કાર્ગો ગતિવિધિને વેગ મળશે, ઔદ્યોગિક કેન્દ્રો અને બંદરો વચ્ચે સંબંધ મજબૂત થશે, નૂર ખર્ચ ઘટશે અને મુંબઈ રેલ નેટવર્ક પર દબાણ ઘટશે. આ વિભાગો કાર્યરત થતાં સમગ્ર DFC નેટવર્ક કાર્યરત થશે. વડોદરામાં જેન-ઝી કાર્યક્રમ માટે એક કિલોમીટર લાંબો ગુંબજ અને 700 મીટર લાંબો રેડ કાર્પેટ સ્ટેજ બનાવાયો છે, પીએમ રેડ કાર્પેટ પર ચાલી અભિવાદન સ્વીકારશે અને જેન-ઝી યુવાનો સાથે વાતચીત કરશે.
Related Articles
ઉત્તરાખંડમાં 1.3 લાખ મતદારો હટાવવાની અરજીઓ મળતાં આખરી યાદીની મુદત લંબાવાઈ, 3 ઓક્ટોબરે જાહેરાત થશે
ઉત્તરાખંડમાં 1.3 લાખ મતદારો હટાવવાની અરજ...
Sep 08, 2026
JNUના પ્રોફેસર સામે 10 વિદ્યાર્થિનીઓએ જાતીય શોષણનો આરોપ મૂકતાં ખળભળાટ
JNUના પ્રોફેસર સામે 10 વિદ્યાર્થિનીઓએ જા...
Sep 06, 2026
ઝારખંડમાં CM હેમંતના ખાસ મંત્રી સુદિવ્ય કુમારનું હાર્ટ એટેકથી નિધન
ઝારખંડમાં CM હેમંતના ખાસ મંત્રી સુદિવ્ય...
Sep 06, 2026
દેશની 8 હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ બદલાયા, નોટિફિકેશન જાહેર
દેશની 8 હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ બદલાયા, ન...
Sep 06, 2026
મધ્યપ્રદેશમાં લઠ્ઠાકાંડ, રાત્રે દારૂ પીધા બાદ 9 લોકોના મોત
મધ્યપ્રદેશમાં લઠ્ઠાકાંડ, રાત્રે દારૂ પીધ...
Sep 06, 2026
સ્વતંત્ર ભારદ્વાજને જેલમાં ધકેલનાર નિશુ આઝાદના ઘરે પથ્થરમારો
સ્વતંત્ર ભારદ્વાજને જેલમાં ધકેલનાર નિશુ...
Sep 06, 2026
Trending NEWS
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
06 September, 2026
05 September, 2026
05 September, 2026
04 September, 2026
04 September, 2026