જમ્મુ-કાશ્મીરના પૂંછમાં મુસાફરોની બસ ખીણમાં ખાબકી, બેના મોત અનેક ઈજાગ્રસ્ત
May 06, 2025

જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં એક દુ:ખદ અકસ્માત સર્જાયો છે. અહીં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા છે અને 20 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. અહેવાલો અનુસાર, બસ મેંઢર તરફ જઈ રહી હતી ત્યારે ખોડ ધારા નજીક ડ્રાઈવરે સ્ટેરિંગ કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. હાલ પોલીસ, સેના અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ચોથી મેના રોજ જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના બેટરી ચશ્મા વિસ્તારમાં સેનાનું વાહન ઊંડી ખીણમાં ખબક્યું હતું. આ અકસ્માતમાં ત્રણ સૈનિકોના નિધન થયા હતા. મૃતકોની ઓળખ અમિત કુમાર, સુજીત કુમાર અને માન બહાદુર તરીકે થઈ હતી. સેનાનું વાહન જમ્મુથી શ્રીનગર જઈ રહેલા કાફલાનો ભાગ હતું. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 પર ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે વાહન ખીણમાં ખબક્યું હતું. ઉલ્લેખનીય કે,10મી એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના મેંધાર વિસ્તારમાં ટાટા સુમો વાહન રસ્તા પરથી લપસીને ખીણમાં ખબકતા સાત મહિલાઓ સહિત નવ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
Related Articles
'ઓપરેશન સિંદૂર' બાદ વડાપ્રધાન મોદીનો મહત્ત્વનો નિર્ણયઃ ત્રણ દેશોની વિદેશ યાત્રા કરી મોકૂફ
'ઓપરેશન સિંદૂર' બાદ વડાપ્રધાન મોદીનો મહત...
May 07, 2025
સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ, ઓપરેશન સિંદૂર મુદ્દે PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા
સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ, ઓપરેશન સિંદૂ...
May 07, 2025
તબાહી માટે ખુદ પાકિસ્તાન જવાબદાર...' ઓપરેશન સિંદૂર અંગે સીએમ ઓમર અબ્દુલ્લાહનું મોટું નિવેદન
તબાહી માટે ખુદ પાકિસ્તાન જવાબદાર...' ઓપર...
May 07, 2025
બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના ગઢ પર જ ભારતીય સેનાનું મોટું ઓપરેશન
બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના ગઢ પર જ ભારત...
May 07, 2025
અમને અમારા ભારતીય સશસ્ત્ર દળો પર ખૂબ ગર્વ છે : રાહુલ ગાંધી
અમને અમારા ભારતીય સશસ્ત્ર દળો પર ખૂબ ગર્...
May 07, 2025
ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનીઓમાં ગુગલ પર સર્ચ 'સિંદૂર'
ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનીઓમાં ગુગ...
May 07, 2025
Trending NEWS

વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોના મોત, 38...
07 May, 2025

ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનીઓમાં ગુગલ પર સર્ચ...
07 May, 2025