Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

ટ્રમ્પ અને ખામેનેઇની મુલાકાત અશક્ય : ઇરાને અમેરિકા સામે મુકી 24 અબજ ડોલરની શરત

June 07, 2026

ન્યુ યોર્ક ઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇરાનના સર્વોચ્ચ નેતા વચ્ચે સંભવિત મુલાકાતની આશાઓ પર ઇરાને પાણી ફેરવી દીધું છે. ઇરાનના સર્વોચ્ચ નેતાના અત્યંત નજીકના અને વરિષ્ઠ સૈન્ય સલાહકાર મોહસેન રેઝાઈએ સ્પષ્ટ કર્યું છે કે, આવી કોઈ મુલાકાત શક્ય નથી. રેઝાઈએ ડોનાલ્ડ ટ્રમ્પ પર વાતચીતને અડચણો તરફ ધકેલવાનો આરોપ લગાવ્યો છે. આ પ્રતિક્રિયા ડોનાલ્ડ ટ્રમ્પના એ નિવેદન બાદ આવી છે, જેમાં તેમણે 3 જૂનના રોજ વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતા ઇરાનના સર્વોચ્ચ નેતાને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, 'કે તેઓ સર્વોચ્ચ નેતાના મનપસંદ વ્યક્તિ ન હોઈ શકે, પરંતુ જો તેમને મળવાની તક મળશે તો, સન્માનિત અનુભવશે અને આદર સાથે મળશે.' ઇરાની સલાહકાર મોહસેન રેઝાઈએ સીએનએન (CNN) ને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, 'ટ્રમ્પ ઇરાનનો ભરોસો જીતવા માટે પૂરતા પગલાં નથી ઉઠાવી રહ્યા, જેના કારણે વાતચીત સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. તેમણે આ અડચણોને તોડવા માટે અમેરિકા સામે 2 મોટી શરતો મૂકી છે.

ઇરાને માંગ કરી છે કે, 'અમેરિકા તેની ફ્રીઝ (જપ્ત) કરાયેલી 24 અબજ ડોલરની સંપત્તિ તાત્કાલિક મુક્ત કરે. આ પૈસા અમારા પોતાના છે, અમેરિકાના નથી. ઇરાન સાથે સમજૂતી કરવા માટે આ 24 અબજ ડોલર અમેરિકા માટે ભરોસાની પરીક્ષા છે. અમેરિકાએ આ પરીક્ષામાં પાસ થવું પડશે, તો જ આગળનો રસ્તો ખુલશે.' આ ઉપરાંત, ઇરાને માંગ કરી છે કે, 'અમેરિકા સદભાવના અને વિશ્વાસના સંકેત તરીકે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પોતાની નૌસૈનિક નાકાબંધી તાત્કાલિક અટકાવે.' ઇરાની સૈન્ય સલાહકારે કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, 'જો અમેરિકનો સાથે કોઈ સમજૂતી નહીં થાય તો, ઇરાન સંઘર્ષ લાંબો ખેંચાવાથી બિલકુલ ચિંતિત નથી'. તેમણે તેહરાનની આગામી સૈન્ય વ્યૂહરચનાનો ખુલાસો કરતા કહ્યું કે, 'ઇરાન આ યુદ્ધનો વ્યાપ હિંદ મહાસાગર સુધી વધારી દેશે અને આ ક્ષેત્રમાં હાજર અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવશે. જો યુદ્ધ ચાલુ રહેશે અને નૌસૈનિક નાકાબંધી હટાવવામાં નહીં આવે તો, આ યુદ્ધને હિંદ મહાસાગર, બાબ અલ-મંડેબ, લાલ સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર સુધી ખેંચી જઈશું. અમે આ વિસ્તારોમાં અન્ય અમેરિકી મથકો પર હુમલા કરીને યુદ્ધને એક નવો અને ખતરનાક વળાંક આપીશું.'