ટ્રમ્પે વિશ્વાસઘાત કરી બાળકોને માર્યા, હવે વાતચીતની કોઈ શક્યતા નથી: ઈરાનનો અમેરિકાને જવાબ
March 10, 2026
પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈઝરાયલ તરફથી ઈરાન પર સતત હુમલા અને ઈરાનની વળતી કાર્યવાહીને કારણે સંઘર્ષ વધુ ઘેરો બની રહ્યો છે. છેલ્લા અગિયાર દિવસથી વિસ્તારમાં તણાવ ચરમસીમા પર છે અને ઈરાન તરફથી ખાડી દેશોમાં આવેલા અમેરિકન ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા ચાલુ છે. આ દરમિયાન શાંતિ સ્થાપવા માટે રાજદ્વારી માર્ગો પર ચર્ચાના પ્રયાસો થયા, પરંતુ ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ અમેરિકા સાથે ફરીથી મંત્રણાની શક્યતાને સંપૂર્ણપણે ફગાવી દીધી છે.
તેમનું કહેવું છે કે અમેરિકા સાથેની અગાઉની વાતચીતથી વિશ્વાસ તૂટી ગયો છે અને વારંવાર થયેલા હુમલાઓને કારણે હવે વ્યૂહનીતિની કોઈ શક્યતા બચી નથી. અરાઘચીએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ઈરાને ગત વર્ષે જૂનમાં અમેરિકા સાથે વાતચીત કરી હતી, પરંતુ વાતચીતની વચ્ચે જ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
અરાઘચીએ વધુમાં જણાવ્યું કે, આ વર્ષે પણ અમેરિકાએ આશ્વાસન આપ્યું હતું કે હુમલો નહીં થાય અને પરમાણુ મુદ્દાનો શાંતિપૂર્ણ ઉકેલ લાવી શકાશે, પરંતુ તેમ છતાં અમેરિકાએ હુમલો કર્યો. તેમણે કહ્યું કે હવે અમેરિકા સાથે વાતચીત કરવી તેમની પ્રાથમિકતામાં નથી. અરાઘચીએ આ દરમિયાન ઈરાનમાં નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈની પસંદગીને સ્થિરતાનો સંકેત ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે નવા નેતાની નીતિઓ ધીમે-ધીમે સામે આવશે.
અરાઘચીએ જણાવ્યું કે અમેરિકા અને ઈઝરાયલના ઝડપી વિજયના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. તેમનું કહેવું હતું કે અમેરિકા અને ઈઝરાયલ વિચારી રહ્યા હતા કે થોડા દિવસોમાં શાસન પરિવર્તન અથવા મોટી જીત મેળવી લેશે, પરંતુ તેમને સફળતા મળી નથી. ક્રૂડના વૈશ્વિક પુરવઠા અને ભાવમાં વધારા માટે ઈરાનને દોષ આપવાની વાત પર અરાઘચીએ કહ્યું કે આ તેમની યોજના નથી. તેલ ઉત્પાદન અને પરિવહનમાં અવરોધ અમેરિકન અને ઈઝરાયલી હુમલાઓને કારણે થયો છે. આ જ કારણ છે કે હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજો સુરક્ષાનો અનુભવ કરી રહ્યા નથી.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026