ટ્રમ્પે 2 અઠવાડિયાનું સીઝફાયર જાહેર કર્યું, ઇરાન સાથે તણાવમાં તાત્કાલિક વિરામ
April 08, 2026
મિડલ ઈસ્ટમાં છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ચાલી રહેલા અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના તણાવમાં હવે તાત્કાલિક વિરામ આવવાની સંભાવના છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સામેની સૈન્ય કાર્યવાહી બે અઠવાડિયા માટે રોકવાની જાહેરાત કરી છે. ડેડલાઇન પૂરી થવાના પહેલા લેવામાં આવેલ આ નિર્ણયને મહત્વપૂર્ણ કૂટનીતિક પગલું માનવામાં આવી રહ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક પોતાનો કડક વલણ બદલીને જણાવ્યું કે તેઓ ઇરાન પર બોમ્બમારી અને હુમલાઓને બે અઠવાડિયા માટે સ્થગિત કરવા સંમત થયા છે. તેમણે સોશિયલ મીડિયા પર આપેલી માહિતી મુજબ આ નિર્ણય પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફ અને સેનાપ્રમુખ આસિમ મુનીર સાથેની ચર્ચા બાદ લેવામાં આવ્યો હતો, જેમણે હુમલો ટાળવાની અપીલ કરી હતી.
ઇરાને પણ બે અઠવાડિયાના સીઝફાયર પ્રસ્તાવને સ્વીકાર્યો છે અને દેશના નવા સુપ્રીમ લીડરે તેને મંજૂરી આપી છે. જોકે ઇરાનનું કહેવું છે કે આ ચર્ચાને યુદ્ધનો અંત માનવો નહીં. ઇરાને 10 મુદ્દાનો પ્રસ્તાવ આપ્યો છે, જેમાં પ્રતિબંધો દૂર કરવા, વળતર આપવા અને જપ્ત સંપત્તિ પરત કરવાની માંગ કરવામાં આવી છે.
આ મુદ્દાઓ પર અંતિમ નિર્ણય માટે અમેરિકા અને ઇરાન વચ્ચે 10 એપ્રિલે ઇસ્લામાબાદમાં ચર્ચા થવાની છે. આ બેઠકમાં ઇરાનની શરતો અને આગળના પગલાં પર ચર્ચા કરવામાં આવશે, જેનાથી યુદ્ધની સ્થિતિમાં આગળ શું થશે તે સ્પષ્ટ થઈ શકે છે.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026