ટ્રમ્પે જિનપિંગનું અપમાન કર્યું! ચીનમાંથી મળેલી તમામ ગિફ્ટ બેજિંગ એરપોર્ટ પર ડસ્ટબિનમાં ફેંકી દીધી
May 16, 2026
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની ટીમ ચીનનો બે દિવસનો હાઈ-પ્રોફાઈલ પ્રવાસ પૂરો કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે બેજિંગ એરપોર્ટ પર એક અભૂતપૂર્વ ઘટના ઘટી છે. વ્હાઇટ હાઉસના સત્તાવાર અહેવાલો અને ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ અનુસાર, અમેરિકન પ્રતિનિધિમંડળે એરફોર્સ વન (પ્રમુખના સત્તાવાર વિમાન)માં બેસતા પહેલાં ચીન તરફથી સત્તાવાર રીતે મળેલી તમામ ગિફ્ટ્સ, ઓળખપત્રો અને સ્મૃતિચિહ્નોને એરપોર્ટ પર સીડીઓ પાસે રાખેલી કચરાપેટીમાં ફેંકી દીધા હતા.
અહેવાલો અનુસાર, અમેરિકન સુરક્ષા એજન્સીઓને ચીન તરફથી મળતી ભેટો અને ઇલેક્ટ્રોનિક્સ સાધનો દ્વારા જાસૂસી અથવા ડેટા ટ્રેકિંગ થવાનો ભારે ડર હતો. આ પ્રવાસ માટે અમેરિકન અધિકારીઓ પોતાના અંગત મોબાઈલ કે લેપટોપ ઘેર જ મૂકીને આવ્યા હતા અને ચીનમાં માત્ર અસ્થાયી 'ક્લીન બર્નર ફોન' વાપરતા હતા. વ્હાઇટ હાઉસના આદેશ મુજબ, ચીનમાં બનેલી અથવા ત્યાંથી મળેલી કોઈ પણ વસ્તુને રાષ્ટ્રપતિના વિમાનમાં લઈ જવાની મનાઈ હોવાથી, કરોડો રૂપિયાના મોબાઈલ ફોન, બેજ, લેપલ પિન અને અન્ય ભેટો કચરાના ડબ્બા ભેગી કરી દેવાઈ હતી.
જો કે આ ઘટનાને ચીનના સરેઆમ અપમાન તરીકે જોવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર, આ પ્રવાસ દરમિયાન કૂટનીતિક સંબંધો સુધારવાના દાવા વચ્ચે પડદા પાછળ ભારે તણાવ હતો. બેજિંગના ઐતિહાસિક 'ટેમ્પલ ઓફ હેવન'ની મુલાકાત વખતે ચીની સુરક્ષાકર્મીઓએ અમેરિકન સીક્રેટ સર્વિસના એજન્ટને અટકાવ્યો હતો, કારણ કે પ્રોટોકોલ મુજબ એજન્ટ પાસે સત્તાવાર હથિયાર (બંદૂક) હતું. આ મુદ્દે ચીની અને અમેરિકી અધિકારીઓ વચ્ચે લગભગ 90 મિનિટ સુધી તીખી ચર્ચા અને વિવાદ થયો હતો, જેના કારણે મીડિયા કવરેજ પણ મોડું શરૂ થઈ શક્યું હતું. આ ઘટના સાબિત કરે છે કે ટ્રમ્પ અને શી જિનપિંગની મુલાકાત ભલે ગમે તેટલી ભવ્ય રહી હોય, પણ બંને દેશો વચ્ચે અવિશ્વાસની ખાઈ આજે પણ એટલી જ ઊંડી છે.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
28 September, 2026