ટ્રમ્પ નરમ પડ્યા ! ઈરાન પર હુમલાની યોજના ટાળી, કહ્યું- ‘ટૂંક સમયમાં ડીલની જાહેરાત કરીશું’
June 12, 2026
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ઈરાન પર ભયાનક હુમલો કરવાની યોજના જાહેર કરી હતી, જોકે તેમણે આ મામલે મોટી ગુલાંટ મારી હુમલાની યોજના ટાળી દીધી છે. તેમણે આજે રાત્રે થનારા સૈન્ય હુમલાને અચાનક રદ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, ઈરાન સાથે ડીલ કરવાની વાતચીત ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે અને તે ડીલને મંજૂરી પણ મળી ગઈ છે, જેના કારણે હુમલો ટાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમજૂતી અંતિમ ન થાય ત્યાં સુધી ઈરાન પર નૌકાદળની નાકાબંધી યથાવત રહેશે.
ઈરન સાથે ઐતિહાસિક ડીલની ટૂંક સમયમાં જાહેરાત કરાશે
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું કે, આ વાતચીત અને તેના અંતિમ મુદ્દાઓને અમેરિકા, ઈઝરાયેલ, સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, તુર્કી, પાકિસ્તાન સહિતના તમામ સંબંધિત દેશોએ મંજૂરી આપી દીધી છે. ટૂંક સમયમાં જ આ ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કરવા માટેના સમય અને સ્થળની જાહેરાત કરવામાં આવશે.
આ શાંતિપૂર્ણ જાહેરાત પહેલા ટ્રમ્પે આજે જ ગુરુવારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે, યુનાઇટેડ સ્ટેટ્સ આજે રાત્રે જ ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો સૈન્ય હુમલો કરવા જઈ રહ્યું છે. ટ્રમ્પના આ નિવેદનથી વૈશ્વિક સ્તરે અને ક્રૂડ ઓઈલના બજારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
તેમણે દાવો કર્યો હતો કે, ઈરાનની નૌસેના, વાયુસેના, રડાર અને એન્ટી એરક્રાફ્ટ ગન સહિતની સંરક્ષણ પ્રણાલીઓ અમેરિકાએ પહેલેથી જ પાયમાલ કરી દીધી છે. ટ્રમ્પે ઈરાનની આર્થિક કમર તોડવાની પણ ચીમકી આપી હતી અને જણાવ્યું હતું કે, ભવિષ્યમાં અમેરિકા ઈરાનના મુખ્ય તેલ અને ગેસ સંસાધનો પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેશે, જેમાં સૌથી મહત્વનો વ્યૂહાત્મક ટાપુ 'ખાર્ગ આઈલેન્ડ' શામેલ છે. ખાર્ગ ટાપુ એ ઈરાનના તેલ વેપારની કરોડરજ્જુ છે જ્યાંથી દરરોજ આશરે 20 લાખ બેરલ ક્રૂડ ઓઈલની નિકાસ થાય છે. ટ્રમ્પે ઉમેર્યું હતું કે અમે આ ઓઈલ માર્કેટ પર તે જ રીતે નિયંત્રણ મેળવીશું જેમ અમે વેનેઝુએલામાં કર્યું છે.
ગુરુવારે અમેરિકાની સેનાએ ઈરાનની અંદર મોટા પાયે સૈન્ય કાર્યવાહી હાથ ધરીને તેમની સર્વેલન્સ સિસ્ટમ્સ અને એર ડિફેન્સ સાઇટ્સને નિશાન બનાવી હતી. જેના જવાબમાં ઈરાનની 'ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC) એ પણ પીછેહઠ કરવાનો ઈનકાર કરીને ખાડી ક્ષેત્રમાં આવેલા અમેરિકાના 18 સૈન્ય ઠેકાણાઓ પર જોરદાર મિસાઈલમારો કર્યો હોવાનો દાવો કર્યો હતો.
Related Articles
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વારા અંધાધૂંધ ફાયરિંગ, 27 મોત
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વાર...
Sep 27, 2026
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ્ખલન, 10 પવર્તારોહકો ગુમ
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ...
Sep 27, 2026
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
Trending NEWS
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
26 September, 2026
26 September, 2026