ટ્રમ્પના 'તેલના ખેલ'થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ
March 14, 2026
ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ક્રૂડ ઓઇલનું સંકટ ઘેરું બન્યું છે. ક્રૂડ ઓઈલની કિંમત 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી જતાં અમેરિકાએ રશિયન તેલ પર લાદેલા પ્રતિબંધો 30 દિવસ માટે હટાવી દીધા છે. જોકે, અમેરિકાના આ પગલાથી જર્મની અને કેનેડા સહિતના સાથી દેશો લાલઘૂમ થયા છે.મિડલ ઈસ્ટમાં તણાવને કારણે ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ છે. તેલની વધતી કિંમતોને અંકુશમાં લેવા અને વૈશ્વિક બજારમાં સપ્લાય વધારવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને પોતાનું તેલ વેચવાની છૂટ આપી છે. અમેરિકાનું માનવું છે કે 30 દિવસની આ રાહતથી તેલના ભાવ નીચે આવશે. જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્જે શુક્રવારે સ્પષ્ટ કર્યું કે G7 ના 7 માંથી 6 દેશો અમેરિકાના આ નિર્ણયની વિરુદ્ધમાં છે. યુરોપિયન નેતાઓનું માનવું છે કે, રશિયા પરથી પ્રતિબંધ હટાવવાથી યુક્રેન યુદ્ધમાં તેને આર્થિક ફાયદો થશે. વૈશ્વિક સુરક્ષા માટે રશિયા પર દબાણ ચાલુ રાખવું અત્યંત જરૂરી છે. જર્મની, કેનેડા અને નોર્વેના નેતાઓએ ટ્રમ્પને આ નિર્ણય પર ફરી વિચાર કરવા અપીલ કરી છે.
કોણે શું કહ્યું?
"અમે રશિયા પરના પ્રતિબંધો હટાવવાના નિર્ણય સાથે સહમત નથી. યુક્રેન યુદ્ધ ખતમ કરવા માટે રશિયા પર દબાણ વધારવું જોઈએ, નહીં કે તેને રાહત આપવી જોઈએ."
— ફ્રેડરિક મર્જ, ચાન્સેલર, જર્મની
માર્ક કાર્નીનું નિવેદન
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની અને નોર્વેના પીએમ જોનાસ ગહર સ્ટોરે પણ રશિયા સામે કડક વલણ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. હવે આગામી દિવસોમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને જર્મન ચાન્સેલર વચ્ચે આ મુદ્દે મોટી બેઠક યોજાવાની છે.
કોણે શું કહ્યું?
"અમે રશિયા પરના પ્રતિબંધો હટાવવાના નિર્ણય સાથે સહમત નથી. યુક્રેન યુદ્ધ ખતમ કરવા માટે રશિયા પર દબાણ વધારવું જોઈએ, નહીં કે તેને રાહત આપવી જોઈએ."
— ફ્રેડરિક મર્જ, ચાન્સેલર, જર્મની
માર્ક કાર્નીનું નિવેદન
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની અને નોર્વેના પીએમ જોનાસ ગહર સ્ટોરે પણ રશિયા સામે કડક વલણ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. હવે આગામી દિવસોમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને જર્મન ચાન્સેલર વચ્ચે આ મુદ્દે મોટી બેઠક યોજાવાની છે.
Related Articles
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો કહેર: 3 પ્રવાસીઓના મોત બાદ WHOએ જાહેર કરી એડવાઈઝરી
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો...
May 11, 2026
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચીડિયામાં મળ્યો ખતરનાક વાઈરસ
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચ...
May 10, 2026
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20 કરોડની ખંડણીની માગ
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપ...
May 10, 2026
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 09, 2026
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પ...
May 09, 2026
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિકા આખરે સહમત
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિ...
May 09, 2026
Trending NEWS
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20...
10 May, 2026