ચીનમાં જિનપિંગ સાથે કામ કરતાં બે પૂર્વ સંરક્ષણ મંત્રીને ફાંસીની સજા, લાંચ લેવાનો હતો આરોપ
May 09, 2026
ચીનના બે સંરક્ષણ પ્રધાન વી ફેધે અને લી શાંગફૂને ગુરુવારે ભ્રષ્ટાચારના આરોપમાં બે વર્ષની રાહતની સાથે મોતની સજા ફટકારવામા આવી છે. ફેંઘે અને તેના પછી સંરક્ષણ પ્રધાન બનેલા શાંગફૂને 2024માં શાસક પક્ષ કમ્યુનિસ્ટ પાર્ટીમાથી હાંકી કાઢવામાં આવ્યા હતા. બંનેએ પ્રમુખ જિનપિંગના હાથ નીચે કામ કર્યુ હતુ. વી ફેંઘે 2018થી 2023 સંરક્ષણ પ્રધાન રહ્યા હતા. તેના પછી શાગફૂએ તેમના ઉત્તરાધિકારી તરીકે કાર્યભાર સંભાળ્યો. ચીનના એરોસ્પેસ એન્જિનિયર ફેંઘેએ પીપલ્સ લિબરેશન આર્મીના અત્યંત મહત્ત્વના રોકેટ ફોર્સનું નેતૃત્વ કર્યુ હતુ. તેમણે સંરક્ષણ પ્રધાન પદ માટે જિનપિંગે પોતે પસંદ કર્યા હતા. શિન્હુઆ મુજબ ભ્રષ્ટાચારના આરોપમાં બંનેને સજા થઈ છે. એક લશ્કરી કોર્ટે વેઈને લાંચ કાંડમાં દોષિત ઠેરવ્યા. જ્યારે લીને લાંચ લેવાના અને આપવાના બંને આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને વ્યક્તિઓને બે વર્ષના સમયગાળાની સાથે મોતની સજા, આજીવન રાજકીય અધિકારોથી વંચિત કરવાનો અને બધી જ ખાનગી સંપત્તિ જપ્ત કરવાનો દંડ ફટકારવામાં આવ્યો છે. નિવેદનમાં આગળ જણાવવામાં આવ્યું છે કે બે વર્ષનો સમયગાળો પૂરો થયા પછી તેમની સજાને આજીવન કારાવાસમાં બદલી નાખવામાં આવશે. તેમા કોઈપણ પ્રકારની છૂટ કે પેરોલની સંભાવના નહી હોય. ઉલ્લેખનીય છે કે ચીન વિશ્વમાં સૌથી વધુ ફાંસી આપે છે. દાવો કરવામાં આવે છે કે 2002માં તેણે 12 હજાર, 2007માં 6500, 2013-14માં 2400 લોકોને પ્રતિ વર્ષ ફાંસી આપી હતી. 2009-10માં વિશ્વભરમાં કુલ ફાંસીમાંથી 58થી 65 ટકા ફાંસી એકલા ચીનમાં આપવામાં આવી હતી. 2014-16માં મીડિયામાં ૯૩૧ ફાંસીના સમાચાર આવ્યા, પરંતુ સરકારી ડેટાબેઝમાં ફક્ત ૯૫ જ ફાંસી નીકળી. સરકારી કર્મચારીઓની અલગ સંખ્યા ક્યારેય જારી ન કરાઈ.
Related Articles
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 09, 2026
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પ...
May 09, 2026
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિકા આખરે સહમત
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિ...
May 09, 2026
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં જ હોર્મુઝમાં ચીની ટેન્કર પર હુમલો
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા...
May 09, 2026
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 24થી વધુ શિપ છોડી ભાગ્યા
ક્રુઝ શિપમાં હંટા વાયરસથી ત્રણનાં મોત, 2...
May 09, 2026
ઈરાનના કેશમ અને બંદર અબ્બાસ પર અમેરિકાના ભીષણ હુમલા, ટ્રમ્પે કાર્યવાહીને ગણાવી 'લવ ટેપ'
ઈરાનના કેશમ અને બંદર અબ્બાસ પર અમેરિકાના...
May 09, 2026
Trending NEWS
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026
કોહલી, પ્રિયંકા, રોનાલ્ડો સહિતની હસ્તીઓએ ગુમાવ્યા...
09 May, 2026
IPL ઇતિહાસમાં જે કોઈ ના કરી શક્યું તે કેએલ રાહુલે...
09 May, 2026