UKમાં 'સ્મોક-ફ્રી જનરેશન' થશે તૈયાર, 2008 પછી જન્મેલા લોકો માટે તમાકુ-સિગારેટ પર આજીવન પ્રતિબંધ
April 24, 2026
UKએ ધૂમ્રપાન મુક્ત પેઢી તૈયાર કરવાના ઉમદા હેતુથી એક ઐતિહાસિક અને અત્યંત કડક કાયદો પસાર કર્યો છે, જેના અંતર્ગત હવે વર્ષ 2008 પછી જન્મેલા લોકો તમાકુ કે સિગારેટ ખરીદી શકશે નહીં. બ્રિટિશ સંસદના બંને ગૃહમાં 'ટોબેકો એન્ડ વેપ્સ બિલ' પસાર થઈ ગયું છે અને કિંગ ચાર્લ્સ તૃતીયની ઔપચારિક મંજૂરી બાદ તે કાયદાનું સ્વરૂપ લેશે. આ કાયદો 1 જાન્યુઆરી, 2027થી સમગ્ર UK એટલે કે ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તર આયર્લેન્ડમાં અમલી થઈ જશે. હવે પછી દર વર્ષે તમાકુ ખરીદવાની લઘુતમ વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરાશે, જેથી ભવિષ્યની પેઢી આ વ્યસનથી કાયમ માટે દૂર રહે.
નવા અમલી થનારા કાયદામાં સિગારેટ જ નહીં પરંતુ ઈ-સિગારેટ એટલે કે વેપિંગ પર પણ કડક નિયંત્રણો લદાયા છે. હોસ્પિટલો, સ્કૂલો અને પ્લે ગ્રાઉન્ડ જેવા જાહેર સ્થળોએ ધૂમ્રપાન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે અને જો કોઈ વ્યક્તિ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળક સાથે કારમાં બેસીને વેપિંગ કરશે તો તે પણ ગુનો ગણાશે.
UKના આરોગ્ય સચિવ વેસ સ્ટ્રીટીંગે આ નિર્ણયને આવકારતા જણાવ્યું છે કે, આનાથી દેશની પ્રથમ સ્મોક-ફ્રી પેઢી તૈયાર થશે, જે લત અને સ્વાસ્થ્યના નુકસાનથી સુરક્ષિત રહેશે. જોકે, આ બિલ ગૃહમાં પસાર થઈ ચૂક્યું છે અને હવે માત્ર કિંગ ચાર્લ્સ IIIની સત્તાવાર મંજૂરી બાકી છે, જ્યારબાદ આ કાયદો બની જશે.
નવા કાયદાની મહત્ત્વની જોગવાઈઓ
• આ કાયદો 1 જાન્યુઆરી, 2027થી સમગ્ર UK એટલે કે ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તર આયર્લેન્ડમાં અમલી થશે.
• વેપિંગ પર નિયંત્રણ: બાળકોમાં વધી રહેલા વેપિંગના ક્રેઝને રોકવા માટે વેપ્સના ફ્લેવર, પેકેજિંગ અને તેના વેચાણના પ્રદર્શન પર કડક નિયંત્રણો મૂકવામાં આવ્યા છે.
• બાળકો સાથેની કારમાં, પ્લેગ્રાઉન્ડમાં અને સ્કૂલ કે હોસ્પિટલની બહાર વેપિંગ કરવા પર પ્રતિબંધ મુકાયો છે.
• આ કાયદા દ્વારા સરકારને જાહેર સ્થળો, ખાસ કરીને જ્યાં બાળકો હોય તેવા પ્લેગ્રાઉન્ડ અને શાળાઓની બહાર ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકવાની વધુ સત્તા મળી છે.
UK સરકારનું માનવું છે કે ધૂમ્રપાન એ અટકાવી શકાય તેવા મૃત્યુનું સૌથી મોટું કારણ છે. ધૂમ્રપાનને કારણે UKમાં દર વર્ષે અંદાજે 76,000 લોકોના મોત થાય છે. નેશનલ હેલ્થ સર્વિસ (NHS) પર ધૂમ્રપાનથી થતી બીમારીઓના ઈલાજનો મોટો આર્થિક બોજ રહે છે. બીમારીઓને કારણે લોકો કામ પર જઈ શકતા નથી, જેનાથી દેશને દર વર્ષે અબજો પાઉન્ડનું નુકસાન થાય છે.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026