Breaking News :
ચાલુ ફ્લાઈટમાં બંને પાયલટ બાખડ્યા ને દુનિયામાં ફેલાયો હાઈજેકિંગનો ભય! ઈઝરાયલે ફાઈટર જેટ્સ ઉતાર્યા પ્રતિબંધિત જાહેરાત મામલે તુકારામ મુંઢે લાલઘૂમ: શાહરૂખ, અજય અને ટાઇગરને થઈ શકે 10 લાખનો દંડ અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો

યુક્રેનનો રશિયા પર 1000થી વધુ ડ્રોનથી હુમલો, 1 ભારતીયનું મોત

May 17, 2026

હુમલામાં ત્રણ રહેણાંક મકાનોને નુકસાન, મૉસ્કો પર ડ્રોન હુમલો


રશિયાએ તાજેતરમાં જ યુક્રેન પર 2000 ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો, જેનો યુક્રેને આજે વળતો જવાબ આપ્યો છે. યુક્રેને આજે રશિયાની રાજધાની મૉસ્કોમાં ડ્રોન અને મિસાઈલો ઝિંકી છે, જેમાં એક ભારતીય સહિત ત્રણના મોત અને 12 લોકોને ઈજા થઈ છે.


મીડિયો રિપોર્ટ મુજબ, યુક્રેને રવિવારે સવારે મૉસ્કો પર ડ્રોનથી હુમલો કર્યો હતો. ત્યારપછી રશિયામાં ભારતીય દૂતાવાસે કહ્યું છે કે, આ હુમલામાં એક ભારતીય શ્રમિકનું મોત થયું છે, જ્યારે ત્રણ ભારતીયો પણ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દૂતાવાસના અધિકારીઓએ તાત્કાલીક ઘટનાસ્થળની અને ઈજાગ્રસ્ત શ્રમિકની પણ મુલાકાત લીધી છે. બીજીતરફ રશિયન અધિકારીઓએ કહ્યું કે, યુક્રેને આખી રાત હુમલા કર્યા હતા, જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત અને 12થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. મૉસ્કોના મેયર સર્ગેઈ સોબયાનિને કહ્યું કે, હુમલામાં મોસ્કોની તેલ રિફાઈનરીને કોઈ નુકસાન થયું નથી, જોકે ત્રણ રહેણાંક મકાનોને નુકસાન થયું છે. રશિયન સેનાએ છેલ્લા 24 કલાકમાં 120થી વધુ યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે, યુક્રેને મોસ્કો સહિત અનેક રાજ્યો પર આખી રાત હુમલા કર્યા હતા, જોકે અમે તેઓને 556 ડ્રોન તોડી પાડ્યા છે.