ડેડલાઈન પૂરી થાય એ પહેલા જ US-ઈઝરાયલના ઈરાન પર હુમલા, ખાર્ગ ટાપુ પર બોમ્બમારો, રેલવે બ્રિજ ઉડાવ્યો
April 07, 2026
ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે અત્યંત આક્રમક વલણ અપનાવી રહ્યા છે. તેઓ ઈરાનને સતત અલ્ટીમેટમ આપી રહ્યા છે અને હવે તેમના નવા અલ્ટીમેટમની સમયમર્યાદા પૂર્ણ થવા જઈ રહી છે. આ દરમિયાન ઈરાનના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા ખાર્ગ ટાપુ સહિત અનેક સ્થળોએ અમેરિકા અને ઈઝરાયલે ઉપરા-છાપરી ભીષણ હુમલા શરૂ કર્યા છે.
ઈરાનના શાહરીયાર શહેરમાં એક રહેણાંક ઈમારત પર થયેલા ભીષણ હુમલામાં 9 લોકોના મોત થયા છે અને 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે કરજ વિસ્તારમાં વીજ લાઈનો પર પ્રોજેક્ટાઈલ પડતા વીજ પુરવઠો ખોરવાયો છે. આ હુમલા બાદ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ આકરી પ્રતિક્રિયા આપતા અમેરિકા અને તેના સહયોગી દેશોને ચેતવણી આપી છે કે જો અમેરિકા તેની 'રેડ લાઇન' પાર કરશે, તો તેઓ મધ્ય પૂર્વની બહાર જઈને પણ જવાબી કાર્યવાહી કરશે. આ આક્રમક વલણ સાથે ઈરાને પશ્ચિમી દેશોને તેલ અને ગેસના પુરવઠા માટે તરસાવી દેવાની પણ ધમકી આપી છે.
મેહર ન્યૂઝના અહેવાલ મુજબ, ઈરાનના ઓઈલ હબ ગણાતા ખાર્ગ ટાપુ પર મંગળવારે તોબડતોડ હવાઈ હુમલા થયા છે. ખાર્ગ પર એક પછી એક અનેક હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે આખા વિસ્તારમાં તણાવ વ્યાપી ગયો છે. ઈરાની અહેવાલોમાં તેહરાન, કોમ અને લોરેસ્તાન પ્રાંતના ખોર્રમાબાદ એરપોર્ટ સહિત અન્ય કેટલાક સ્થળો પર વિસ્ફોટોનો ઉલ્લેખ છે. આ સાથે અગાઉ હમદાનના એક રહેણાંક વિસ્તાર પર થયેલા હુમલાની માહિતી પણ આપવામાં આવી છે.
Related Articles
ટ્રમ્પની ધમકી બાદ પણ ઈરાન અડીખમ! સીઝફાયર અને હોર્મુઝ સ્ટ્રેટ અંગે પાકિસ્તાનનો પ્રસ્તાવ ઠુકરાવ્યો
ટ્રમ્પની ધમકી બાદ પણ ઈરાન અડીખમ! સીઝફાયર...
Apr 06, 2026
ટ્રમ્પનો ઈરાનને પડકાર: 'અમારા ફાઈટરને એકલા નહીં છોડીએ', દુર્ગમ પહાડોમાંથી એરમેનનું સફળ રેસ્ક્યુ
ટ્રમ્પનો ઈરાનને પડકાર: 'અમારા ફાઈટરને એક...
Apr 06, 2026
ટ્રમ્પની ધમકી પર ઈરાનનો વળતો પ્રહાર: "અમેરિકાને કંઈ જ હાંસલ નહીં થાય"
ટ્રમ્પની ધમકી પર ઈરાનનો વળતો પ્રહાર: "અમ...
Apr 06, 2026
રેસ્ક્યૂ ઓપરેશનમાં ઘૂસેલા એરક્રાફ્ટના ફુરચા ઉડ્યા, અમેરિકાને કરોડોનું નુકસાન
રેસ્ક્યૂ ઓપરેશનમાં ઘૂસેલા એરક્રાફ્ટના ફુ...
Apr 05, 2026
બુશેહર પ્લાન્ટ પર ચોથો હુમલો! ઈરાનની UNને ફરિયાદ- રેડિયેશન ફેલાયું તો આરબ દેશો પણ થશે બરબાદ
બુશેહર પ્લાન્ટ પર ચોથો હુમલો! ઈરાનની UNન...
Apr 05, 2026
'હોર્મુઝ નહીં ખુલે તો...', યુદ્ધ વચ્ચે ટ્રમ્પે પિત્તો ગુમાવ્યો, અશ્લીલ શબ્દોમાં ઈરાનને આપી ધમકી
'હોર્મુઝ નહીં ખુલે તો...', યુદ્ધ વચ્ચે ટ...
Apr 05, 2026
Trending NEWS
06 April, 2026
06 April, 2026
06 April, 2026
06 April, 2026
06 April, 2026
06 April, 2026
06 April, 2026
05 April, 2026
05 April, 2026
05 April, 2026