બહેરીનમાં અમેરિકાની પેટ્રિયટ ઈન્ટરસેપ્ટરમાં ખામી સર્જાઈ, ભૂલથી રહેણાંક વિસ્તારમાં પડી, ઈરાને ઈઝરાયલ પર કેર વરસાવ્યો
March 09, 2026
ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને 9 દિવસ પૂરાં થઈ ગયા છે ત્યારે 10મા દિવસની શરૂઆતમાં જ ઈરાનમાં નવા સુપ્રીમ લીડરના નામની જાહેરાત કરી દેવામાં આવી જેનાથી અમેરિકા અને ઈઝરાયલ બંને ખિજાયા હતા. આ સાથે નવા લીડર બનતા જ મોજતબા ખામેનેઈ જે આયતુલ્લા ખામેનેઈના દીકરા છે તેમણે ઈઝરાયલ પર કેર વરસાવવાની શરૂઆત કરી દીધી હતી.
અમેરિકાના એક મીડિયાના અહેવાલ પ્રમાણે અમેરિકન પ્રમુખે કહ્યું હતું કે મોજતબા ખામેનેઈ ઈરાનના નવા સુપ્રીમ લીડર બનતાં તે નારાજ છે. ટ્રમ્પે જાહેરમાં આ મામલે કોઈ ટિપ્પણી કરવાનું પણ ટાળ્યું હતું અને કહ્યું હતું કે અમે હવે આગળ જોઈશું.
બહેરીનથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવી રહ્યા છે. અહીં અમેરિકાની પેટ્રિયટ ઈન્ટરસેપ્ટર એટલે કે ડિફેન્સ સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી. તેણે ઇરાનની મિસાઈલોને નિશાન બનાવવાની જગ્યાએ બહેરીનના જ રહેણાંક વિસ્તારોને નિશાન બનાવતા સવાલો ઊઠ્યા હતા.
ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર નવા સુપ્રીમ લીડર બનતાં જ મોજતબા ખામેનેઈએ ઈઝરાયલ પર હુમલો કરવાની પરવાનગી આપી હતી. જેના બાદથી ઈઝરાયલ સામે અનેક મિસાઈલ અને ડ્રોન ઝીંકવામાં આવ્યા હતા. આ હુમલા બાદ ઈઝરાયલના અનેક વિસ્તારોમાં હાહાકાર મચી ગયો છે.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026