અમેરિકાએ 24 કલાકમાં ઈઝરાયલ મોકલ્યા 6500 ટન વિસ્ફોટક, ઈરાન પર હુમલાની આશંકા
May 01, 2026
ન્યુ યોર્ક : અમેરિકા-ઈરાન વચ્ચે ફરી મહાયુદ્ધ થવાના ભણકારા વાગી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર હુમલા કરવાની તૈયારીમાં હોવાની વિગતો સામે આવી છે. રિપોર્ટ મુજબ, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર બ્રેડ કૂપર અને જોઇન્ટ ચીફના ચેરમેને ટ્રમ્પ સાથે લગભગ 45 મિનિટ સુધી વાતચીત કરી છે, જેમાં ઈરાન પર હુમલા માટે ત્રણ યોજના તૈયાર હોવાની ટ્રમ્પને માહિતી આપી છે, તેવો એક્સિઓસે દાવો કર્યો છે.
અમેરિકન સૈન્યના ટોચના અધિકારીઓ અને ટ્રમ્પ વચ્ચેની બેઠક બાદ ઈરાન પર ભયાનક હુમલાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલું જ નહીં, ‘ધ ઈઝરાયલ ટાઇમ્સ’ અને ‘ધ જેરુસલેમ પોસ્ટે’ના રિપોર્ટના દાવા મુજબ અમેરિકાએ માત્ર 24 કલાકમાં ઈઝરાયેલને આશરે 6,500 ટન દારૂગોળો અને સૈન્ય સાધન-સામગ્રી મોકલી છે. આનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ટ્રમ્પ ગંભીર યોજના બનાવીને ઈરાન સાથેનો વિવાદ ખતમ કરવા મથી રહ્યા છે. જ્યારથી યુદ્ધ શરૂ થયું, ત્યારથી અમેરિકન સેન્ટ્રલ કમાન્ડને મધ્ય-પૂર્વમાં સૈન્ય અભિયાનો પુરા કરવાની કામગીરી સોંપાઈ છે અને તેઓએ જ ઈરાનના પોર્ટ પર નાકાબંધી કરીને રાખી છે.
દાવામાં ઈઝરાયલી સંરક્ષણ મંત્રાલયને ટાંકીને કહેવાયું છે કે, અમેરિકાના બે કાર્ગો શીપ અને અનેક વિમાનો ઈઝરાયલ પહોંચ્યા છે. તેમાં હવાઈ અને જમીની હુમલામાં ઉપયોગ થતો 6500 ટન દારુગોળો, સૈન્ય ટ્રક, જોઈન્ટ લાઈટ ટેક્ટિકલ વ્હીકલ્સ અને અન્ય સૈન્ય સાધનો સામેલ હતા. ઉલ્લેખનીય છે કે, યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકાએ ઈઝરાયલને લગભગ 1,15,600 ટન સૈન્ય સામગ્રી મોકલી દીધી છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, ઈરાન વિરુદ્ધ ઓપરેશન રોરિંગ લાયન શરૂ કર્યા બાદ અમેરિકાએ 403 વિમાનો દ્વારા અને 10 દરિયાઈ જહાજો દ્વારા 1,15,600 સૈન્ય સાધનો ઈઝરાયલને મોકલાવ્યા છે.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
28 September, 2026