મૈતેઇ સંગઠનના નેતાની ધરપકડ બાદ ફરી હિંસા ફાટી નીકળી, અનેક વિસ્તારોમાં કર્ફ્યૂ
June 09, 2025
મણીપુરના કેટલાક પહાડી વિસ્તારમાં હિંસાની નવી ઘટનાઓ સામે આવી છે. શનિવારે રાત્રે મૈતેઇ સંગઠનના અરંબઈ ટેંગોલના એક નેતા અને અન્યોને પકડી લેવામાં આવતા અશાંતિ ઉભી થઈ હતી. લોકોએ રસ્તા ઉપર લગાડી આગ, એરપોર્ટના પ્રવેશદ્વાર સામે કર્યો ઘેરાવ કર્યો હતો. ફરીથી હિંસાની સ્થિતિના પગલે કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે અને ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી નંખાઈ છે.
ઇમ્ફાલ, ઈસ્ટ ઇમ્ફાલ, થોબલ, કાકચીંગ ઘાટી જિલ્લામાં 5 થી વધુ લોકોને એકત્ર થવા ઉપર પ્રતિબંધ લાદયો છે. જ્યારે ઇન્ટરનેટ સેવા 5 દિવસ માટે બંધ કરાઇ છે. પ્રદર્શનકારીઓએ હંગામો શરૂ કર્યા બાદ રસ્તાઓની વચ્ચે ટાયર અને જૂનું ફર્નિચર સળગાવ્યા હતા. એરપોર્ટના પ્રવેશદ્વાર પાસે જઈને ધરણા કર્યા હતા અને તેમના નેતાને મુક્ત કરવા માગણી કરી હતી.
પકડાયેલા નેતાનું નામ કાનનસિંહ હોવાનું જાણવા મળ્યું હતું. નેતાને મુક્ત કરવાની માગણી થતાં સુરક્ષા દળો સચેત બની ગયા હતા અને સ્થિતિ સાંભળી હતી. દરમિયાન ઇમ્ફાલમાં કેટલાક લોકોએ આત્મદાહ કરવાની કોશિશ કરી હતી. ઇમ્ફાલના ખુરાઈ લામલોન્ગ વિસ્તારમાં ભીડે એક બસમાં આગ લગાવી હતી. જ્યારે કવાકેથેલમાં ગોળીબારનો અવાજ સંભળાયો હતો.
Related Articles
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત...
May 09, 2026
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ...
May 09, 2026
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મ...
May 09, 2026
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
Trending NEWS
09 May, 2026
09 May, 2026
09 May, 2026
09 May, 2026