મેક્સિકોમાં હિંસા બેકાબૂ બની, ચારે તરફ સળગતી ગાડીઓના ઢગલાં, શાળાઓ બંધ, એરપોર્ટ ઠપ્પ
February 24, 2026
મેક્સિકોના સૌથી ખૂંખાર ડ્રગ લોર્ડ નેમેસિયો રુબેન ઓસેગ્યુરા સર્વાન્ટેસ ઉર્ફે "એલ મેન્ચો" ના ખાતમા બાદ મેક્સિકોમાં ફાટી નીકળેલી હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. જાલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ (CJNG) ના આ શક્તિશાળી નેતાના મોતથી તેના સમર્થકો અને લડવૈયાઓ લાલચોળ થયા છે. મેક્સિકોના એક ડઝનથી વધુ શહેરોમાં અત્યારે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં ચારેતરફ સળગતા વાહનો અને તોડફોડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
મેક્સીકન સેનાએ જાલિસ્કો રાજ્યના તાપલપામાં એક અત્યંત ગુપ્ત અને ચોકસાઈપૂર્વકનું ઓપરેશન હાથ ધર્યું હતું. સૈનિકો અને કાર્ટેલના લડવૈયાઓ વચ્ચે થયેલા ભીષણ ગોળીબારમાં એલ મેન્ચો ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને સારવાર માટે મેક્સિકો સિટી લઈ જવામાં આવી રહ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેણે દમ તોડી દીધો. એલ મેન્ચોની સરખામણી કોલમ્બિયન માફિયા પાબ્લો એસ્કોબાર સાથે કરવામાં આવતી હતી, કારણ કે તેના ડ્રગ સિન્ડિકેટનું જાળું આખા વિશ્વમાં ફેલાયેલું હતું.
એલ મેન્ચોના મોતનો બદલો લેવા માટે CJNG કાર્ટેલના સભ્યોએ પશ્ચિમ મેક્સિકોમાં આતંક મચાવ્યો છે. ગુઆડાલજારા, પ્યુઅર્ટો વલ્લર્ટા અને મિચોઆકન જેવા વિસ્તારોમાં કાર્ટેલે હાઈવે બ્લોક કરી દીધા છે અને સેંકડો વાહનોને આગ ચાંપી દીધી છે. આટલું જ નહીં, બંદૂકધારીઓએ સુપરમાર્કેટ્સ, ખાનગી વ્યવસાયો અને રિટેલ સ્ટોર્સમાં પણ તોડફોડ કરી આગ લગાવી દીધી છે. હિંસાના કારણે શાળાઓ અનિશ્ચિત કાળ માટે બંધ કરી દેવાઈ છે અને એરપોર્ટ પર પણ કામગીરી અટકી પડી છે.
મેક્સિકોના સુરક્ષા સચિવ ઓમર ગાર્સિયા હાર્ફુચના જણાવ્યા અનુસાર, આ હિંસક અથડામણમાં અત્યાર સુધીમાં ૨૫ નેશનલ ગાર્ડ કર્મચારીઓ શહીદ થયા છે. બીજી તરફ, સેનાએ વળતો પ્રહાર કરતા કાર્ટેલના ૩૦ સભ્યોને ઠાર કર્યા છે. સેનાએ કાર્ટેલ પાસેથી રોકેટ લોન્ચર, સશસ્ત્ર વાહનો અને ભારે માત્રામાં દારૂગોળો જપ્ત કર્યો છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે સરકારે ૨,૫૦૦ વધારાના સૈનિકો મોકલ્યા છે, જ્યારે ૭,૦૦૦ સૈનિકો પહેલેથી જ મોરચે તૈનાત છે.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026