'અમે જીતી ગયા છીએ, હવે મદદની જરૂર નથી ઃ ટ્રમ્પે મજાક ઉડાડી
March 08, 2026
પેરિસ : ઈઝરાયલ-ઈરાન સંઘર્ષ અને અમેરિકાની સૈન્ય કાર્યવાહી વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ સરકાર પર આકરો કટાક્ષ કર્યો છે. બ્રિટન દ્વારા મિડલ ઈસ્ટમાં બે એરક્રાફ્ટ કેરિયર મોકલવાની વિચારણાના અહેવાલો પર પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, 'જ્યારે અમે યુદ્ધ જીતી લીધું છે, ત્યારે હવે આ મદદની કોઈ જરૂર નથી.'
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરની મજાક ઉડાવતા લખ્યું હતું કે, 'યુનાઇટેડ કિંગડમ, જે આપણો પૂર્વમાં એક મહાન સાથી રહ્યો છે, તે હવે છેક મિડલ ઈસ્ટમાં બે એરક્રાફ્ટ કેરિયર મોકલવાનું ગંભીરતાથી વિચારી રહ્યું છે. પણ વડાપ્રધાન કીર સ્ટાર્મર, હવે અમને તેની જરૂર નથી.' ટ્રમ્પે વધુમાં ચેતવણીભર્યા લહેકામાં ઉમેર્યું કે, 'અમે આ વિલંબને યાદ રાખીશું. અમને એવા લોકોની જરૂર નથી જે યુદ્ધ પૂરું થઈ ગયા પછી મેદાનમાં આવવાની વાતો કરે છે.' અમેરિકા અને બ્રિટન વચ્ચેના તણાવ પાછળ મુખ્યત્વે બે કારણો જવાબદાર હોવાનું મનાય છે. ગયા શનિવારે જ્યારે ઈરાન પર હુમલા શરૂ થયા, ત્યારે કીર સ્ટાર્મરે શરૂઆતમાં અમેરિકન વિમાનોને બ્રિટિશ સૈન્ય મથકોનો ઉપયોગ કરવા સામે રોક લગાવી દીધી હતી. જ્યારે બાદમાં બ્રિટન નરમ પડ્યું અને ઈંગ્લેન્ડ તેમજ હિન્દ મહાસાગરમાં આવેલા 'ડિએગો ગાર્સિયા' બેઝના ઉપયોગની મંજૂરી આપી, પરંતુ તેમાં પણ શરત મૂકી કે તેનો ઉપયોગ માત્ર ઈરાનની બેલિસ્ટિક મિસાઈલોના સ્ટોરેજ પર હુમલા માટે જ કરી શકાશે.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026