ઈરાનના ઓઈલ ટાપુ પર ફરી હુમલો કરીશું: ટ્રમ્પની ધમકીથી ચિંતા વધી
March 15, 2026
અમેરિકા અને ઈઝરાયલના ઈરાન સાથેના યુદ્ધે હવે અત્યંત ખતરનાક વળાંક લીધો છે. યુદ્ધના ત્રીજા સપ્તાહમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના મુખ્ય ઓઈલ એક્સપોર્ટ હબ 'ખાર્ગ આઇલેન્ડ' પર વધુ હુમલા કરવાની ધમકી આપી છે. ટ્રમ્પે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમેરિકન હુમલાઓએ આ ટાપુનો મોટો હિસ્સો પહેલેથી જ તબાહ કરી દીધો છે અને હજી વધુ હુમલા થઈ શકે છે.
વિશ્વના કુલ તેલ પુરવઠાનો પાંચમો ભાગ જ્યાંથી પસાર થાય છે તે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' અત્યારે યુદ્ધનું કેન્દ્ર બન્યું છે. ઈરાને આ મહત્વના દરિયાઈ માર્ગને બંધ કરી દેતા વૈશ્વિક બજારમાં ઊર્જા સંકટ ઊભું થયું છે અને તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "જે દેશો આ માર્ગે તેલ મેળવે છે, તેમણે તેની સુરક્ષાની જવાબદારી ઉઠાવવી પડશે, અમેરિકા તેમને ઘણી મદદ કરી છે." ટ્રમ્પે ચીન, ફ્રાંસ, જાપાન, દક્ષિણ કોરિયા અને બ્રિટન જેવા દેશોને પોતાના યુદ્ધ જહાજો આ વિસ્તારમાં તૈનાત કરવા વિનંતી કરી છે. જોકે, હજી સુધી કોઈ દેશે આ અંગે સ્પષ્ટ સંમતિ આપી નથી.
શનિવારે એનબીસી ન્યૂઝ સાથેની વાતચીતમાં પ્રમુખ ટ્રમ્પે અત્યંત આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, અમેરિકી હુમલાઓએ ઈરાનના ખાર્ગ ટાપુને લગભગ સંપૂર્ણપણે 'તબાહ' કરી દીધો છે. તેમણે વિવાદાસ્પદ નિવેદન આપતા ઉમેર્યું કે, "અમે કદાચ મજા ખાતર (Just for fun) ત્યાં હજી થોડી વધુ વાર હુમલા કરી શકીએ છીએ." અગાઉ ટ્રમ્પ પ્રશાસને એવો દાવો કર્યો હતો કે તેઓ માત્ર સૈન્ય મથકોને નિશાન બનાવી રહ્યા છે, પરંતુ હવે ઓઈલ હબ પર હુમલાની વાત કરીને તેમણે સીધું જ ઈરાનની આર્થિક કમર તોડવાની વ્યૂહનીતિ સ્પષ્ટ કરી છે.
Related Articles
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો કહેર: 3 પ્રવાસીઓના મોત બાદ WHOએ જાહેર કરી એડવાઈઝરી
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો...
May 11, 2026
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચીડિયામાં મળ્યો ખતરનાક વાઈરસ
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચ...
May 10, 2026
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20 કરોડની ખંડણીની માગ
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપ...
May 10, 2026
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 09, 2026
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પ...
May 09, 2026
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિકા આખરે સહમત
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિ...
May 09, 2026
Trending NEWS
10 May, 2026