યોગ દિવસ : કાશ્મીરમાં ચેનાબ પુલ, આંધ્રમાં શિપ પર યોગ;દેશભરમાં 1 લાખથી વધુ પ્રોગ્રામ થયા
June 21, 2025
આ વર્ષના યોગ દિવસની થીમ 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ' છે. યોગ દિવસે, લોકોએ દેશના ઘણા પ્રખ્યાત સ્થળો જેમ કે ચિનાબ બ્રિજ, લાલ ચોક પર સાથે મળીને યોગ કર્યા.
દેશભરમાં 1 લાખથી વધુ સ્થળોએ યોજાનાર આ કાર્યક્રમને સામૂહિક રીતે 'યોગ સંગમ' નામ આપવામાં આવ્યું છે. તેમાં 2 કરોડથી વધુ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે. શનિવારે વિશ્વભરમાં 11મો યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. પીએમ મોદીએ વિશાખાપટ્ટનમમાં 3 લાખ લોકો અને 40 દેશોના રાજદ્વારીઓ સાથે યોગ કર્યા. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે યોગનો અર્થ જોડવું છે. અને આ જોવું સુખદ છે કે યોગે આખી દુનિયાને કેવી રીતે જોડી છે.
તેમણે કહ્યું હતું કે જે દિવસે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો એ દિવસે સૌથી ઓછા સમયમાં 175 દેશ અમારા પ્રસ્તાવ સાથે ઊભા રહ્યા હતા. આજના વિશ્વમાં આવી એકતા અને સમર્થન સામાન્ય નથી. આ ફક્ત કોઈ પ્રસ્તાવને સમર્થન નહોતું, પરંતુ એ માનવતાના ભલા માટે વિશ્વનો સામૂહિક પ્રયાસ હતો.
મોદીએ કહ્યું હતું કે આજે જ્યારે વિશ્વમાં અશાંતિ અને અસ્થિરતા વધી રહી છે ત્યારે યોગ શાંતિની દિશા બતાવે છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે પણ પીએમ સાથે યોગ કર્યા. આ વખતે યોગની થીમ 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ' છે.
આ કાર્યક્રમ દેશભરમાં 1 લાખથી વધુ સ્થળોએ આયોજિત 'યોગ સંગમ' સાથે જોડાયેલો હશે. એમાં 2 કરોડથી વધુ લોકો ભાગ લે એવી અપેક્ષા છે.
Related Articles
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત...
May 09, 2026
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ...
May 09, 2026
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મ...
May 09, 2026
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
Trending NEWS
09 May, 2026
09 May, 2026
09 May, 2026
09 May, 2026