ગુજરાતના 10 જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી, 30થી 40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે
August 08, 2026
ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ અંગે હવામાન વિભાગે(IMD) આગામી 14 ઑગસ્ટ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરી છે. આ સિવાય ઉત્તર ગુજરાતના 10 જિલ્લાઓમાં આગામી 2 દિવસ એટલે કે 10 ઑગસ્ટ સુધી વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર, 8, 9 અને 10 ઑગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મેઘગર્જના, વીજળીના ચમકારા અને 30થી 40 કિલોમીટરની ઝડપે સુસવાટા મારતા પવન સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.જેમાં બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ઍલર્ટ છે.
બીજી તરફ, હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે 14 ઑગસ્ટ સુધીના 6 દિવસના પૂર્વાનુમાન સમયગાળા દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ નોંધાશે. આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં ભારે કે અતિભારે વરસાદ અંગેનું કોઈ યલો, ઑરેન્જ કે રેડ ઍલર્ટ જારી કરવામાં આવ્યું નથી.
મોન્સૂન ટ્રફ: દરિયાઈ સપાટી પરની મોન્સૂન ટ્રફ હાલ અનૂપગઢ, દિલ્હી, દેઓમાલી, સિદ્ધિ અને દીઘા થઈને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાયેલું છે.
લૉ-પ્રેશર સિસ્ટમ: દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને ઉત્તર ઓડિશા પર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે લૉ-પ્રેશર એરિયા સર્જાયો છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ: ઉપરી ટ્રોપોસ્ફિયરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ જોવા મળી રહ્યું છે. આ સિવાય ઉત્તર-પૂર્વ રાજસ્થાન પર પણ 3.1 કિ.મી.ની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે.
ભેજવાળા પવનો: નીચલા સ્તરે અરબી સમુદ્ર પરથી દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમી પવનો સતત ફૂંકાઈ રહ્યા હોવાથી ગુજરાત પર ભેજ જળવાઈ રહ્યો છે.
Related Articles
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડાતાં 3 યુવાનોના મોત, 3 યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બ...
Sep 28, 2026
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
Trending NEWS
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
26 September, 2026
26 September, 2026