Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

રાજ્યમાં કમોસમી વરસાદથી 14 ના મોત, આગામી ત્રણ દિવસ વિવિધ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

May 06, 2025

ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં સોમવારે ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો હતો. અચાનક આવેલા વરસાદને કારણે રાજ્યભરમાં 14 જેટલા લોકોના મોત નીપજ્યાં હતા. આગામી 3 દિવસ રાજ્યમાં 75 ટકા થી વધુ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે. આ દરમિયાન પ્રતિ કલાકે 50 થી 80 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાઇ શકે છે. 4 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે. તેમજ 15 જિલ્લામાં કરા સાથેના વરસાદની સંભાવના છે.

તોફાની વરસાદને લઇ ગુજરાત રાજ્યમાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. લગભગ સાર્વત્રિક વરસાદની સ્થિતિમાં આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી ઘટી શકે છે. જેને લઇ આ દરમિયાન આકરી ગરમીથી રાહત મળી શકે છે. ભર ઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાતા સરકાર અને વહીવટી તંત્ર માટે વરસાદનો આ રાઉન્ડ ચોમાસા પૂર્વે મોકડ્રિલ જેવી સ્થિતિ સર્જી શકે છે.60 થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

કચ્છ અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં અતિભારે અને મહેસાણા, પાટણ, સાબરકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, ભરૂચ અને નર્મદાના છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. કચ્છ, ઉત્તર ગુજરાત, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, ભરૂચ, નર્મદા, મહિસાગર, પંચમહાલ અને દાહોદમાં કરા સાથે વરસાદની શક્યતા છે.