રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
September 15, 2026
રાજકોટઃ અમદાવાદ બાદ રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ અને કોર્ટ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી. ખાલિસ્તાની ગ્રુપના નામે આવેલા ઈ-મેઈલમાં રાજકોટ કોર્ટ પરિસર ઉડાવી દેવા ઉપરાંત જામનગર સુધી ડ્રોન હુમલો કરવાની અને ગાંધીનગરના મહાત્મા મંદિરને નિશાન બનાવવાની ધમકી અપાઈ હતી.
રાજકોટ કોર્ટના સત્તાવાર ઈ-મેઈલ તથા રાજકોટ બાર એસોસિએશનના ઈ-મેઈલ પર આ સંદેશો મોકલાયો હતો. તેમાં વાડીનાર પોર્ટ, નયારા રિફાઇનરી અને સિક્કા પોર્ટ જેવા સંવેદનશીલ ઔદ્યોગિક સ્થળો પર હુમલાની ચીમકી પણ અપાઈ હતી. મહાત્મા મંદિર ખાતે આઇફોનની બેટરીની મદદથી બ્લાસ્ટ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી.
ધમકીભર્યો ઈ-મેઈલ સામે આવ્યા બાદ કોર્ટ પરિસરમાં અધિકારીઓ અને વકીલો વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક પોલીસને જાણ કરાતા ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે કોર્ટ ખાતે પહોંચ્યા હતા અને સુરક્ષા વ્યવસ્થા સઘન કરી હતી. રાજ્યના અન્ય સંવેદનશીલ સ્થળોએ પણ સુરક્ષા તંત્રને એલર્ટ કરવામાં આવ્યું હતું.
સાયબર ક્રાઇમ અને સુરક્ષા એજન્સીઓએ ઈ-મેઈલ ક્યાંથી, કયા આઇપી સરનામા પરથી અને કોના દ્વારા મોકલાયો તેની તપાસ શરૂ કરી છે. ધમકી પાછળ કોણ છે અને સંદેશો ખરેખર કયા જૂથ સાથે સંકળાયેલો છે તે સહિતના તમામ પાસાં તપાસવામાં આવી રહ્યા છે
Related Articles
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM ક...
Sep 14, 2026
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે...
Sep 14, 2026
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
સુરતમાં ધોરણ-5ની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
સુરતમાં ધોરણ-5ની વિદ્યાર્થિનીએ ગળેફાંસો...
Sep 12, 2026
ગુજરાતમાં આગામી 3 દિવસ મેઘતાંડવની આગાહી: રેડ અને ઓરેન્જ ઍલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 દિવસ મેઘતાંડવની આગાહી:...
Sep 12, 2026
Trending NEWS
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
14 September, 2026
14 September, 2026
14 September, 2026
14 September, 2026
14 September, 2026
14 September, 2026