26 અનાથ આશ્રમ, 46 મફત સ્કૂલો ચલાવતો સાઉથનો સુપરસ્ટાર રિયલ લાઈફ હીરો હતો
March 17, 2025
17 માર્ચ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે જ કન્નડ સિનેમાના પાવર સ્ટાર પુનીત રાજકુમારનો જન્મ થયો હતો. આજે તેમના 50મા જન્મદિવસ પર ચાહકો સાઉથ સુપરસ્ટાર પુનીત રાજકુમારને યાદ કરી રહ્યા છે. પુનીત રાજકુમાર કર્ણાટકના પ્રખ્યાત એક્ટર હતા. એક્ટરનું 29 ઓક્ટોબર, 2021ના રોજ 46 વર્ષની નાની ઉંમરે હાર્ટ એટેકના કારણે નિધન થઈ ગયું હતું. અભિનેતાના મૃત્યુના સમાચાર મળતા જ સરકારે આખા બેંગલુરુ શહેરમાં કલમ 144 લાગુ કરી દીધી હતી અને બે દિવસ માટે દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ભલે તે આજે આપણી વચ્ચે નથી, છતાં પણ તેમના ચાહકો દુનિયાભરમાં આજે પણ છે. તેમણે જેટલું નામ અને ખ્યાતિ પોતાની એક્ટિંગથી મેળવી, તેના કરતા વધારે તેઓ પોતાના ઉમદા કાર્ય માટે ચર્ચામાં રહ્યા છે. પુનીત રાજકુમાર એક રિયલ લાઈફ હીરો હતો. પુનીત કન્નડનો હાઈએસ્ટ પેડ એક્ટર પણ હતો. તેમની 14 ફિલ્મો સતત 100 દિવસ સુધી થિયેટરોમાં ચાલી હતી. એક્ટર રિયલ લાઈફમાં પણ ખૂબ જ ઉદાર હતા. સમાજ સેવા માટે 26 અનાથ આશ્રમ અને ગરીબ બાળકો માટે 46 મફત સ્કૂલો ચલાવતા હતા. પુનીતે પોતાની આંખો દાન કરી હતી. તેમના મૃત્યુ પછી કર્ણાટકમાં 1 લાખ લોકોએ પોતાની આંખોનું દાન કર્યું કારણ કે તેઓ પુનીતના માર્ગે ચાલવા માગતા હતા. તેમણે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ 'પ્રેમાદા કનિકે'થી કરી હતી. તેમણે ઘણી ફિલ્મોમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. 6 મહિનાની ઉંમરે મોટા પડદા પર નજર આવેલ આ સુપરસ્ટાર હવે આપણી વચ્ચે નથી, પરંતુ પોતાના સારા કાર્યોને કારણે તેઓ હંમેશા લોકોના હૃદયમાં જીવંત રહેશે. 2019માં ઉત્તર કર્ણાટકમાં પૂર આવ્યું હતું. આ મુશ્કેલ સમયમાં લોકોની મદદ માટે પુનીત રાજકુમાર આગળ આવ્યા હતા. બીજી તરફ કોરોના મહામારી દરમિયાન તેમણે કર્ણાટક સરકારના રાહત ભંડોળમાં 50 લાખ રૂપિયા આપ્યા હતા. પુનીત 46 મફત સ્કૂલો, 26 અનાથ આશ્રમ, 16 વૃદ્ધાશ્રમ અને 19 ગૌશાળા ચલાવતા હતા. આ ઉપરાંત તેમણે ઘણી કન્નડ ભાષી શાળાઓને નાણાકીય સહાય પણ પૂરી પાડતા હતા.
Related Articles
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા, સલમાન ખાન હૉસ્પિટલ પહોંચ્યો
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલ...
Feb 18, 2026
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચગાળાના જામીન, 2.5 કરોડ રૂપિયા કરાવ્યા જમા
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચ...
Feb 16, 2026
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ...
Feb 07, 2026
Trending NEWS
IPL પહેલા જ થાલા 'આઉટ'! ઈજાના કારણે ધોનીને બે સપ્ત...
28 March, 2026
દુબઈમાં અનરાધાર વર્ષા : ઝરણાઓમાં પૂર વાહન : વ્યવહા...
27 March, 2026
અમદાવાદમાં લોનના નામે લાખોની છેતરપિંડી આચરતી ગેંગન...
27 March, 2026
સોમનાથ મંદિર ટ્રસ્ટનો લોગો 77 વર્ષે બદલાયો: શિખરને...
27 March, 2026
ઇઝરાયલ ફરી ઇરાન પર તૂટી પડયું : શસ્ત્રો બનાવતા કાર...
27 March, 2026
પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્મ...
27 March, 2026
હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવા...
27 March, 2026
ચીને તાઇવાન સરહદે તહેનાત કર્યા ઘાતક 'હથિયાર', વધુ...
27 March, 2026
ઓસ્ટ્રેલિયામાં 470 સર્વિસ સ્ટેશનો પર ઈંધણ ખતમ, PMએ...
27 March, 2026
નેપાળમાં 'બાલેન યુગ': ભારત સાથે ખાસ કનેક્શન ધરાવતા...
27 March, 2026