Breaking News :
ખામેનેઈના અંતિમ સંસ્કારમાં આવવા વડાપ્રધાન મોદીને આમંત્રણ, ઈરાનના પ્રમુખે મોકલ્યો સંદેશ કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ અમેરિકાની લાઈબ્રેરીમાં 18 વર્ષના યુવકનું અંધાધૂંધ ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, 2 લોકોના મોત અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થતાં ભારતીય વાયદા બજારમાં કડાકો, સોનું 1743 અને ચાંદી 1291 સસ્તી થઈ હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે

પેટ્રોલમાં 20 નહીં 30 ટકા ઈથેનોલ ભેળવવું જોઈએ, ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDAનો ગડકરીને પત્ર

March 24, 2026

દુનિયામાં વધી રહેલા તણાવ અને મોંઘા થઈ રહેલા તેલ વચ્ચે ભારત પોતાની ઉર્જા સુરક્ષા (Energy Security) મજબૂત કરવા માટે એથેનોલ પર મોટું ફોકસ કરી રહ્યું છે. ઓલ ઈન્ડિયા ડિસ્ટિલર્સ એસોસિએશન (AIDA) એ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને પત્ર લખીને પેટ્રોલમાં એથેનોલનું પ્રમાણ 20% થી વધારીને 30% (E30) કરવાની અને ફ્લેક્સ ફ્યુઅલ વાહનો પર ભાર મૂકવાની માંગ કરી છે.

ગઈકાલે લોકસભામાં સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત હવે 27 ને બદલે 41 દેશો પાસેથી એનર્જી ઈમ્પોર્ટ કરે છે. એથેનોલ વિશે તેમણે કહ્યું, "છેલ્લા 10-11 વર્ષમાં એથેનોલ બ્લૅન્ડિંગ પર શાનદાર કામ થયું છે. એક દાયકા પહેલા પેટ્રોલમાં માત્ર 1-2% એથેનોલ ભળતું હતું, જે હવે 20% સુધી પહોંચી ગયું છે. આના કારણે દર વર્ષે લગભગ સાડા 4 કરોડ બેરલ પેટ્રોલ ઓછું ઈમ્પોર્ટ કરવું પડે છે."

ભારતે નિર્ધારિત સમય પહેલા 20% એથેનોલ બ્લૅન્ડિંગનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે. હવે AIDA ઈચ્છે છે કે આ સ્તર વધારીને 30% કરવામાં આવે. પશ્ચિમ એશિયાના તણાવને કારણે જો તેલના ભાવ વધે, તો એથેનોલ દેશની અર્થવ્યવસ્થા માટે સુરક્ષા કવચ તરીકે કામ કરી શકે છે. આનાથી વિદેશી મુદ્રાની બચત થશે અને ખેડૂતોને શેરડી જેવા પાકના વધુ સારા ભાવ મળશે.