છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
October 04, 2026
લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળતાં પોલીસ દોડતી થઈ
વડોદરા- વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના છાણભોઈ ગામે આવેલી નવીનગરી વિસ્તારમાં આજે (ચોથી ઓક્ટોબર) સવારે હત્યાની સનસનાટીભરી ઘટના સામે આવી હતી. ગામમાં એકલવાયું જીવન ગાળતાં વિધવા મહિલાની તેના જ પ્રેમીએ કોઈ અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથિયાર વડે ગળા તેમજ શરીરના ભાગે ઘા ઝીંકી હત્યા કરી હતી. આ બનાવને પગલે સમગ્ર શિનોર પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, શિનોર પોલીસ સ્ટેશનને સવારે માહિતી મળી હતી કે છાણભોઈ ગામની નવીનગરીમાં એક મહિલા લોહીલુહાણ હાલતમાં મૃત પડી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ શિનોર પોલીસ સ્ટેશનના PI આર. આર. વસાવાએ તાત્કાલિક વડોદરા રૂરલ DySPને જાણ કરી હતી. જેના પગલે DySP સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાબડતોબ બનાવ સ્થળે પહોંચી ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાની ઓળખ મનીષાબહેન વસાવા તરીકે થઈ છે. મૃતકના પતિનું આશરે 10 વર્ષ અગાઉ અવસાન થયું હતું. તેમને એક પુત્રી (જેના લગ્ન થઈ ચૂક્યા છે) અને એક પુત્ર જે મામાના ઘરે રહે છે, જેથી મનીષાબહેન ઘરમાં એકલાં જ રહેતાં હતાં. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે મૃતક મહિલા છેલ્લા બે વર્ષથી ગામના જ સતીશ વસાવા નામના ઈસમ સાથે લીવ-ઈનમાં રહેતા હતા. આ દરમિયાન, કોઈ બાબતે ઉશ્કેરાઈ જઈ પ્રેમી સતીશ વસાવાએ મનીષાબહેન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઘટનાસ્થળે જ પતાવી દીધા હતા અને બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
Related Articles
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું, 12 વર્ષના માસૂમનું કરૂણ મોત!
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ...
Sep 29, 2026
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો:PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં ડબલ જજની બેન્ચે કેજરીવાલની અપીલ ફગાવી
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો...
Sep 29, 2026
Trending NEWS
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026
02 October, 2026