રશિયામાં એક કલાકમાં 5 ભૂકંપ, સૌથી જોરદાર આંચકો 7.4ની તીવ્રતાનો, સુનામીની ચેતવણી
July 20, 2025
રશિયામાં એક જ કલાકમાં પાંચ વખત ભયાવહ ભૂકંપ આવ્યો છે. જેની તીવ્રતા 6.6 થી 7.4ની વચ્ચે નોંધાઈ હતી. સૌથી મોટો ભૂકંપનો આંચકો 7.4ની તીવ્રતાનો હતો. ત્યારબાદ રશિયાના તટીય વિસ્તારોમાં સુનામીનું એલર્ટ આપવામાં આવ્યું હતું. લોકોને ઊંચાણ વાળા વિસ્તારોમાં ખસી જવા અપીલ કરવામાં આવી હતી. તમામ ભૂકંપનું કેન્દ્ર પેટ્રોપાવલોવસ્ક-કામચાત્સ્કી શહેરમાં 10 કિમી ઊંડાઈમાં નોંધાયું હતું.
ભૂંકપથી અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ આવ્યા નથી. સ્થાનિક વહીવટીતંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તીવ્ર ભૂકંપના કારણે પ્રવૃત્તિને પગલે, પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રએ કામચાટકા પેસિફિક માટે 'સુનામી'નું એલર્ટ જાહેર કર્યું છે. USGS એ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, પેટ્રોપાવલોવસ્ક-કામચાત્સ્કીથી M 7.4 - 144 કિમી પૂર્વમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
પાંચ મોટા ભૂકંપના ઝાટકા પેટ્રોપાવલોત્સ્ક-કામચાત્સકી શહેરના પૂર્વ હિસ્સામાં જ અનુભવયા છે. જેમાં પહેલો આંચકો 6.6ની તીવ્રતાનો હતો, જે શહેરના 147 કિમી પૂર્વમાં આવ્યો હતો. 151 કિમી પૂર્વમાં 6.7ની તીવ્રતાનો બીજો આંચકો, ત્રીજો અને સૌથી શક્તિશાળી ભૂકંપ 7.4 તીવ્રતાનો આંચકો આવ્યો હતો. ચોથો આંચકો 130 કિમી પૂર્વમાં 6.7 ની તીવ્રતાનો રહ્યો હતો. જ્યારે પાંચમો આંચકો 142 કિમી પૂર્વમાં 7.0 તીવ્રતાનો નોંધાયો હતો. પેસિફિક અને નોર્થ અમેરિકન ટેક્ટોનિક પ્લેટ્સમાં ઘર્ષણ વધ્યું છે. જેથી ભૂકંપ અને સુનામીની ભીતિ સર્જાઈ છે. હજુ રશિયામાં આફ્ટરશોટ આવવાની આગાહી પણ કરી છે.
Related Articles
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમાં થઈ અને નામ લખ્યું ભારતનું... સોશિયલ મીડિયા પર ઠેકડી ઉડાવાઈ
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમ...
Oct 05, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026