AAPના 50 ધારાસભ્યો પણ પાર્ટી છોડશે ! 7 સાંસદે આમ આદમી પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસનો દાવો
April 24, 2026
ચંદીગઢ ઃ આમ આદમી પાર્ટી હાલ ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે. AAPના ટોચના નેતા રાઘવ ચઢ્ઢા, સ્વાતિ માલીવાલ, હરભજન સિંહ સહિત સાત સાંસદો કેજરીવાલનો સાથ છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા છે, જેના કારણે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસે AAPના ટેન્શનમાં વધારો કરતો દાવો કર્યો છે. પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડિંગે દાવો કર્યો છે કે, માત્ર સાત સાંસદો જ નહીં, 50 ધારાસભ્યો પણ આમ આદમી પાર્ટી છોડી શકે છે. તેમણે કહ્યું કે, જ્યારે પૈસા વિચારધારા પર હાવી થાય, ત્યારે આવું જ થાય છે.
પંજાબ કોંગ્રેસના નેતા વડિંગએ કહ્યું કે, હું તો એમ કહ્યું છું કે, આમ આદમી પાર્ટી સાવધાન રહે. એવું ન બને કે, તમારા 50 ધારાસભ્યો એક જ દિવસમાં પક્ષ બદલી નાખે. આ તો માત્ર સાંસદો ગયા છે. જ્યારે પાર્ટી કોઈપણ નિયમો બનાવ્યા વગર નિર્ણયો લે છે, પાર્ટી પાસે વિચારધારા હોતી નથી અને તમે નાણાં લઈને રાજ્યસભા મેમ્બર બનાવી તેઓ પાસે કામની મદદ લો છો, તો પક્ષપલટો થવો સ્વાભાવિક છે. પંજાબ કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે, ‘મને ચિંતા છે કે, કંઈક આવી જ રીતે ધારાસભ્યો ન ભાગી જાય. કારણ કે અનેક ધારાસભ્યોને ડર છે, કેટલાક પાર્ટીથી નારાજ છે. હું સમજું છું કે, આમ આદમી પાર્ટી સાથે જે બન્યું તે જોઈને અન્ય પક્ષોએ શીખવું જોઈએ. પાર્ટી છોડનારા આ સાંસદોને પંજાબમાં કોઈ ઓળખતું નથી. જ્યારે તેમને સાંસદ બનાવાયા હતા તો લોકોએ તેમના નામ પણ સાંભળ્યા ન હતા. રાઘવ ચઢ્ઢા અને સંદીપ પાઠકને પંજાબ સાથે કોઈ લેવાદેવા નથી, જ્યારે સૈની દિલ્હીમાં રહે છે.
Related Articles
પંજાબ સરકારની મહિલાઓને ભેટ: 'માવાં-ધિયાં સત્કાર યોજના' હેઠળ એકસાથે મળશે 3000 અને 4500 રૂપિયા
પંજાબ સરકારની મહિલાઓને ભેટ: 'માવાં-ધિયાં...
Jun 22, 2026
તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ રસ્તામાં જે આવ્યું તે ઉડ્યું
તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલ...
Jun 22, 2026
અલ નીનોની અસરથી જૂન મહિનો રહ્યો કોરો ધાકોર: વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત, વાવણીમાં વિલંબની આશંકા
અલ નીનોની અસરથી જૂન મહિનો રહ્યો કોરો ધાક...
Jun 22, 2026
અયોધ્યા દાન ચોરી મામલે SIT દ્વારા 140 પાનાનો રિપોર્ટ તૈયાર, આજે જૂને સુનાવણીની શક્યતા
અયોધ્યા દાન ચોરી મામલે SIT દ્વારા 140 પા...
Jun 22, 2026
ભારતની સમુદ્રમાં નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ
ભારતની સમુદ્રમાં નવી તાકાત : 3 શક્તિશાળી...
Jun 21, 2026
ઉત્તરાખંડમાં હથિયારધારી નિહંગોએ ગુરુદ્વારા પર કબજો કર્યો, ભક્તોને બંધક બનાવ્યા
ઉત્તરાખંડમાં હથિયારધારી નિહંગોએ ગુરુદ્વા...
Jun 21, 2026
Trending NEWS
21 June, 2026
21 June, 2026
21 June, 2026
21 June, 2026
21 June, 2026
21 June, 2026
21 June, 2026
21 June, 2026
20 June, 2026
20 June, 2026