તમિલનાડુની ફેક્ટરીમાં ભયાનક ગેસ ગળતર: 65 કર્મચારીઓ બીમાર, 7ના મોત, CMનો તપાસનો આદેશ
June 21, 2026
ગંભીર દર્દીઓ હોસ્પિટલમાં દાખલ, ભયનો માહોલ
તિરુવલ્લુર- તિરુવલ્લુર જિલ્લામાં રવિવારે પેરિયાપાલયમ નજીક કન્નિગાપેર ગામમાં આવેલી 'સેન્ટ પીટર્સ પોલ સીફૂડ પ્રોસેસિંગ એન્ડ એક્સપોર્ટ કંપની'માં અચાનક એમોનિયા ગેસ ગળતર થયું હતું. ગેસ ફેલાતાની સાથે જ ફેક્ટરી પરિસરમાં નાસભાગ મચી ગઈ હતી અને કર્મચારીઓ પોતાનો જીવ બચાવવા બહાર તરફ ભાગવા લાગ્યા હતા. ગેસ ગળતરથી 7ના મોત થયા છે જ્યારે 10ની હાલત વધુ ગંભીર બની છે. આ દુર્ઘટનામાં 65થી વધુ કર્મચારીઓ ગેસની ઝપેટમાં આવી ગયા હતા, જેમાંથી સારવાર દરમિયાન 7ના મોત થયા છે. જ્યારે 10 શ્રમિકોની હાલત અતિ ગંભીર થઈ છે. જેમાં ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલા પરપ્રાંતિય શ્રમિકો પણ સામેલ છે. ગેસની અસર થતાં જ ઘણા કર્મચારીઓએ શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર અને બેચેનીની ફરિયાદ કરવા માંડી હતી. આ પછી ફેક્ટરી મેનેજમેન્ટ અને સ્થાનિક વહીવટીતંત્રે તાત્કાલિક રાહત કાર્ય શરૂ કર્યું હતું. અસરગ્રસ્ત કર્મચારીઓને અલગ-અલગ વાહનો દ્વારા નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. અસરગ્રસ્ત કર્મચારીઓને સારવાર માટે તાત્કાલિક વાહનો દ્વારા નજીકની વેલ્સ પ્રાઇવેટ મેડિકલ કોલેજ હોસ્પિટલ અને વેંકટેશ્વર પ્રાઇવેટ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જઈને દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોની ટીમે તમામ દર્દીઓની તાત્કાલિક તપાસ શરૂ કરીને સારવાર કરી હતી. પ્રારંભિક માહિતી મુજબ, 10 કર્મચારીઓ ગેસની અસરથી બેભાન થઈ ગયા હતા. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને ડોક્ટરો સતત તેમના પર નજર રાખી રહ્યા છે.
બીજી તરફ, બે લોકોના નાકમાંથી લોહી વહેવાની પણ માહિતી છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો છે. આ ઘટના બાદ ગામના લોકો અને ફેક્ટરીમાં હાજર અન્ય કર્મચારીઓમાં પણ ભયનો માહોલ છે. મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલો અને ફેક્ટરી પરિસરની બહાર એકઠા થઈ ગયા છે. ઘટનાની ગંભીરતાને જોતા ડોક્ટરોની વિશેષ ટીમે ગંભીર રીતે અસરગ્રસ્ત દર્દીઓની પ્રાથમિક સારવાર કરી હતી. આ પછી ત્રણ ગંભીર દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નાઈ સ્થિત સ્ટેનલી ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે એમોનિયા ગેસનો ઉપયોગ સામાન્ય રીતે કોલ્ડ સ્ટોરેજ અને સીફૂડ પ્રોસેસિંગ યુનિટ્સમાં રેફ્રિજરેશન સિસ્ટમ માટે કરવામાં આવે છે. બીજી તરફ, રાજ્ય સરકારે આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવતા કહ્યું છે કે આ દુર્ઘટનામાં 60 મહિલાઓ અને 4 પુરુષો પ્રભાવિત થયા છે. મુખ્યમંત્રીએ મૃતકો પ્રત્યે ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને અધિકારીઓને આ મામલે કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે.
Related Articles
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપનીનું કૌભાંડ, 3 આરોપીઓની ધરપકડ, PMOમાં ફરિયાદ
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026