હિમાચલમાં ભારે વરસાદના કારણે ભાવનગરના પરિવારની કાર ખાઈમાં ખાબકતા 6ના મોત, 4ના મોત
May 11, 2026
હિમાચલ પ્રદેશના પ્રવાસે ગયેલા ભાવનગરના સિંધી પરિવારને નડ્યો ભયાનક અકસ્માત નડ્યો હતો. ચંબા-નૂરપુર નેશનલ હાઈવે પર તુનુહટ્ટી વિસ્તારના કાકીરા ધાર પાસે ધર્મશાલાથી જઈ રહેલી એક કાર અનિયંત્રિત થઈને લગભગ 150 મીટર ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ અકસ્માતમાં પરિવારના 6 સભ્યોના મોત થયા હતા, જ્યારે 4 લોકોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના સમયે વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે રસ્તો લપસણો બની ગયો હતો. ખરાબ હવામાન અને લપસણા રસ્તાના કારણે ચાલકે કાર પરનો કાબૂ ગુમાવતા આ કરૂણ હોનારત સર્જાઈ હોવાનું માનવામાં આવે છે.
સ્થાનિકોએ અકસ્માતનો પ્રચંડ અવાજ સાંભળીને તાત્કાલિક પોલીસ અને વહીવટી તંત્રને જાણ કરી હતી. જાણ થતાની સાથે જ પોલીસ ટીમ અને બચાવ દળ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ધોધમાર વરસાદ વચ્ચે રાહત કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ ઈજાગ્રસ્તો અને મૃતદેહોને ખાઈમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 4 પ્રવાસીઓને સારવાર માટે તાત્કાલિક ટાડા મેડિકલ કોલેજ કાંગડા ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં લલિત ફતનાની, સોનિયાબેન, પ્રિયંક ભોપાણી, કાજલ ભોપાણી અને દિવ્યાંશુ ભોપાણીનો સમાવેશ થાય છે. જ્યારે ઇજાગ્રસ્તોમાં મયંક, ફોરમ, જિયાંશ અને પ્રિયાંશીનો સમાવેશ થાય છે. ભાવનગરનો આ સિંધી પરિવાર હિમાચલના કુદરતી સૌંદર્યને માણવા માટે પ્રવાસે નીકળ્યો હતો, પરંતુ પરત ફરતી વખતે કુદરતે આ પરિવાર પર કહેર વર્તાવ્યો હતો. પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.
Related Articles
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂંટણી, પ્રમુખ પુતિનની પાર્ટી પ્રચંડ બહુમતી તરફ જીત ભણી
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂં...
Sep 21, 2026
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી...
Sep 20, 2026
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફે...
Sep 20, 2026
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026