મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ
June 24, 2026
સમગ્ર મહારાષ્ટ્રમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સત્તાવાર રીતે પહોંચી ગયું છે. મુંબઈમાં ચોમાસાના આગમનની સાથે જ મુશળધાર વરસાદ શરૂ થતાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રાતભર પડેલા ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ લબાલબ થઈ ગયા છે, જેથી વાહનવ્યવહારને ભારે અસર પહોંચી છે.
ગઈકાલે રાત્રે માત્ર 5 થી 6 કલાકના ટૂંકા ગાળામાં જ મુંબઈના અલગ-અલગ વિસ્તારોમાં 71 થી 99 મિલીમીટર સુધીનો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે અંધેરી વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો છે. અહીં અંધેરી સબવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જતાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાહનચાલકો અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ અગાઉ 23 જૂને સવારે 8 થી સાંજના 7 વાગ્યા સુધીમાં સૌથી વધુ 78.96 મિલીમીટર વરસાદ સેન્ટ્રલ મુંબઈની નાયર હોસ્પિટલ વિસ્તારમાં નોંધાયો હતો.
હાલમાં પણ મુંબઈના આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયેલા છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા મુંબઈમાં હજુ પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આગાહી મુજબ 24 જૂને દિવસભર મધ્યમથી ભારે વરસાદનો સિલસિલો ચાલુ રહી શકે છે, જેનાથી આગામી સમયમાં ટ્રાફિક જામની સમસ્યા વધુ વકરી શકે છે.
Related Articles
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપનીનું કૌભાંડ, 3 આરોપીઓની ધરપકડ, PMOમાં ફરિયાદ
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026