સુરતની સિવિલ હોસ્પિટલમાં 26 વર્ષીય યુવતીનો આપઘાત, ઝાડ પર લટકી ગળે ફાંસો ખાધો
September 27, 2025
સુરત : સુરતથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં એક 26 વર્ષીય યુવતીએ સિવિલ હોસ્પિટલના પરિસરમાં ઝાડ પર લટકીને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સવારે તેનો મૃતદેહ જોઈને અફરાતફરી મચી ગઇ હતી.
માહિતી અનુસાર આ યુવતી 10 દિવસ અગાઉ જ હોસ્પિટલમાં એડમિટ થવા આવી હતી. તે સમયે તે ગર્ભવતી હતી. બાળકને જન્મ આપ્યા બાદ અચાનક જ તે ગુમ થઈ ગઇ હતી. પરિજનો ત્યારથી જ તેને શોધી રહ્યા હતા. જોકે આજે સિવિલ હોસ્પિટલના પરિસરમાં જ આ યુવતીની લટકતી લાશ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું હતું.
મૃતક મહિલાની ઓળખ પૂજા કુશવાહ તરીકે થઇ છે. તે સુરતના હજીરામાં રહેતી હોવાની જાણકારી છે. તેણે જે બાળકને જન્મ આપ્યો હતો તે બીમાર હોવાથી વેન્ટિલેટર પર છે. હવે આ બાળકે તેની માતાને ગુમાવી દેતા કરુણ દૃશ્યો સર્જાયા હતા. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરતાં આત્મહત્યાનું સાચું કારણ જાણવા પ્રયાસો હાથ ધર્યા છે.
Related Articles
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ, આગામી 7 દિવસ પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેશે
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસા...
Jun 25, 2026
બાપુનગર: પત્નીના 12 તોલા દાગીના વેચી પતિ પ્રેમિકા સાથે અમેરિકા ભાગ્યો, 24 વર્ષનો સંસાર તૂટ્યો
બાપુનગર: પત્નીના 12 તોલા દાગીના વેચી પતિ...
Jun 25, 2026
ચોમાસું મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધતાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ ખાબક્યો
ચોમાસું મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત તરફ આગળ...
Jun 24, 2026
રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જોઈ શકશે આન્સરશીટ! બોર્ડની પરીક્ષા અંગે પહેલીવાર આવો નિર્ણય
રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જ...
Jun 22, 2026
4 કલાકમાં 21 તાલુકા ભીંજાયા, સૌથી વધુ વલસાડ-સુરતમાં મેઘમહેર, ઠેર-ઠેર પાણી ભરાયા
4 કલાકમાં 21 તાલુકા ભીંજાયા, સૌથી વધુ વલ...
Jun 22, 2026
જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા
જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો ક...
Jun 21, 2026
Trending NEWS
25 June, 2026
25 June, 2026
25 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026