Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

રાજકોટ નજીક જુગારીએ જીવ ગુમાવ્યો, પોલીસના ડરથી કૂવામાં ખાબકતાં મોતને ભેટ્યો

June 01, 2025

રાજકોટ : રાજકોટ જિલ્લામાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. રાજકોટના થોરિયાળી ગામમાં 10 જેટલા વ્યક્તિઓ જુગાર રમી રહ્યા ત્યારે કોઇએ પોલીસે રેડ પાડી હોવાની બૂમ પાડી હતી. જેના લીધે દોડધામ મચી જવા પામી હતી. ત્યારે પોલીસ બચવા ભાગેલો એક વ્યક્તિ કૂવામાં ખાબકતાં મોત નીપજ્યું હતું. પોલીસે જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના વિંછીયાના થોરિયાળી ગામમાં શનિવારે રાત્રે કેટલાક લોકો જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન કોઇએ અચાનક પોલીસ આવી હોવાની બૂમ પાડી હતી. જેથી જુગારીયાઓએ પોલીસની બીકે દોડ મૂકી હતી. ઘટનાસ્થળેથી દોડધામ મચી ગઇ હતી. જુગારીયા આમતેમ ભાગી રહ્યા હતા ત્યારે  મુન્નાભાઈ રાજપરાએ દિવાલ કૂદીને ભાગવનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન અંધારામાં દિવાલની બાજુમાં રહેલો કૂવો ન દેખાતા તેઓ સીધા કૂવામાં ખાબક્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. 
આ ઘટનાને પગલે લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું અને કૂવામાંથી મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે જુગારીઓને પકડી પાડી પૂછપરછ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.