સુરતમાં સમલૈંગિક લોકોને ફસાવી પૈસા પડાવવાનું કૌભાંડ, બે યુવકની ધરપકડ
August 21, 2025
સુરત : સુરતમાં છેલ્લા ઘણાં સમયથી ઠગ ટોળકી ગે ડેટિંગ એપ દ્વારા સમલૈંગિક લોકો સાથે છેતરપિંડી કરતાં હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ફરી એક વાર ત્રણ શખસોએ એક રત્નકલાકારને ગે ડેટિંગ એપ પર ચેટિંગ કર્યા બાદ મળવા બોલાવીને રોકડ રૂપિયા, ફોન અને બાઈક પડાવી લીધી હતી. જો કે, આ મામલે પીડિતની ફરિયાદના આધારે વરાછા પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, સુરતના કતારગામમાં રહેતા 29 વર્ષીય રત્નકલાકાર યુવકે ગે ડેટિંગ એપ દ્વારા મિત્રો બનાવીને વાતચીત કરતો હતો. આ દરમિયાન તે અજાણ્યા યુવકના સંપર્કમાં આવ્યો હતો અને તેની સાથે મેસેજમાં વાતચીત કરતો હતો. અજાણ્યા યુવકે 18મી ઓગસ્ટના રોજ રત્નકલાકારને મેસેજ કરીને વરાછા મારુતિ ચોક પાસે મળવા બોલાવ્યો હતો. જ્યાં બાઈક લઈને રત્નકલાકાર પહોચતા તેને એક યુવકે ચપ્પુ બતાવીને નજીકમાં આવેલી ગલીમાં ચોથા માળે લઇ જવાયો હતો, જ્યાં અન્ય બે અજાણ્યા ઈસમો પણ હાજર હતા. આરોપીઓએ રત્નકલાકારને ધમકીઓ આપી 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી.
Related Articles
પંચમહાલના શહેરામાં આકાશી આફત: વાવાઝોડા સાથે તોફાની વરસાદમાં 2 ના મોત, ભારે તબાહી
પંચમહાલના શહેરામાં આકાશી આફત: વાવાઝોડા સ...
Apr 08, 2026
ગુજરાતના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, વંટોળ સાથે ધૂળની ડમરીઓ ઉડી
ગુજરાતના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમ...
Apr 07, 2026
અમદાવાદ: ઢોંસાના ખીરુંના કારણે બે બાળકીના કથિત મોતનો કેસ, પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ બહાર કઢાયો
અમદાવાદ: ઢોંસાના ખીરુંના કારણે બે બાળકીન...
Apr 07, 2026
ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ! આવતીકાલે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ! આવતીકાલે 12...
Apr 06, 2026
મહીસાગર નદીમાં નહાવા પડેલા વેટરનરી કોલેજના 4 વિદ્યાર્થીઓ ડૂબ્યા, બેના કરૂણ મોત
મહીસાગર નદીમાં નહાવા પડેલા વેટરનરી કોલેજ...
Apr 05, 2026
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 7 મનપા માટે 243 ઉમેદવારોને ટિકિટ, નયનાબા જાડેજા મેદાનમાં
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 7 મનપા માટે...
Apr 05, 2026
Trending NEWS
07 April, 2026
07 April, 2026
07 April, 2026
07 April, 2026
06 April, 2026
06 April, 2026
06 April, 2026
06 April, 2026
06 April, 2026
06 April, 2026