Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

અમદાવાદમાં ઓર્ચિડ એપાર્ટમેન્ટની આગમાં ચોથા માળેથી કૂદેલી મહિલાનું મોત, હજુ 4 સારવાર હેઠળ

April 30, 2025

અમદાવાદના હાસોલ વિસ્તારમાં ઈન્દિરા બ્રિજ નજીક આત્રેય ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં મંગળવાર (29મી એપ્રિલ) ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાને લઈને દોડધામ મચી હતી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. આ આગમાં પોતાનો જીવ બચાવવા માટે વિનીતા રામચંદાની નામની મહિલા ચોથા માળેથી કૂદ્યા હતા, જેમને ગંભીર ઈજાઓ પહોંચતા આજે (30મી એપ્રિલ) સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. 

4 જેટલા ઈજાગ્રસ્તો સારવાર હેઠળ મળતી માહિતી અનુસાર, આત્રેય ઓર્ચિડમાં લાગેલી આગમાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 52 વર્ષીય વિનીતા રામચંદાએ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા છે, જ્યારે અન્ય 4 જેટલા ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે.

ઉલ્લેખનીય છે કે, એપાર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટ નંબર 404માં એર-કન્ડિશનરના આઉટડોર યુનિટમાં આગ લાગી હતી. એસીમાં લાગેલી આગ ઝડપથી પાંચમા અને છઠ્ઠા માળ સુધી ફેલાઈ ગઈ હતી. દૂર દૂરથી ધુમાડો જોવા મળ્યો હતો, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે આવી ગયા હતા અને અંદર ફસાયેલા 27 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.