Breaking News :
ખામેનેઈના અંતિમ સંસ્કારમાં આવવા વડાપ્રધાન મોદીને આમંત્રણ, ઈરાનના પ્રમુખે મોકલ્યો સંદેશ કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ અમેરિકાની લાઈબ્રેરીમાં 18 વર્ષના યુવકનું અંધાધૂંધ ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, 2 લોકોના મોત અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થતાં ભારતીય વાયદા બજારમાં કડાકો, સોનું 1743 અને ચાંદી 1291 સસ્તી થઈ હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે

સુરતમાં ફરિયાદ કરવા આવેલા યુવકે લિંબાયત પોલીસ સ્ટેશનના ત્રીજા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી

November 24, 2025

સુરતથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવેલા એક યુવકે પોલીસ સ્ટેશનની જ ઈમારતના ત્રીજાા માળે ચઢી જઈ ત્યાંથી ઝંપલાવી મોતને વ્હાલુ કર્યું હતું. 
મળતી માહિતી અનુસાર ત્રીજા માળેથી ઝંપલાવી ચૂકેલા યુવકે કેમ આ પગલું ભર્યું તેને લઈને હજુ રહસ્ય ઘેરાયેલું જ છે. તેનો મૃતદેહ સીધો પોલીસ સ્ટેશનના પરિસરમાં જ પટકાયો હતો. નીચે પટકાવાને કારણે તેનું માથું ફાટી ગયું હતું અને તે ગંભીર ઈજાઓ થતાં તે ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયો હતો.  પ્રાથમિક માહિતી મુજબ, આપઘાત કરનાર યુવકની ઉંમર અંદાજે 35થી 40 વર્ષની હોવાનું અનુમાન છે. પોલીસ સ્ટેશનમાં તે કોઈ ફરિયાદ અથવા રજૂઆત કરવા આવ્યા હોવાની માહિતી મળી રહી છે. જોકે, ત્યારબાદ અચાનક શું થયું અને યુવક ટેરેસ પર પહોંચી ત્યાંથી પડતું મૂક્યું હતું.  આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યો હતો. જોકે, પોલીસ કંઇક કરે તે પહેલાં જ યુવકનું મોત નિપજ્યું હતું. પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલા આ આપઘાત બાદ લિંબાયત પોલીસની કામગીરી પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જેમાં પોલીસની હાજરીમાં યુવક ટેરેસ પર પહોંચ્યો કેવી રીતે તેને લઈને પોલીસ પાસેથી જવાબ માંગવામાં આવી રહ્યા છે.