યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
September 23, 2026
કર્ણાટકના ઉડુપી જિલ્લાના એક વ્યક્તિની યુએઈના શારજાહમાં નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જુલાઈ મહિનામાં બનેલી આ ઘટનામાં મૃતકનું શરીર 9 ટુકડાઓમાં વહેંચાયેલું મળી આવ્યું હતું. આ ગુનાની વિગતો લગભગ બે મહિના પછી ત્યારે બહાર આવી જ્યારે પરિવારજનોએ તેની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. આ રહસ્યમય હત્યા કેંડમાં મૃતકની પત્ની અને તેમનો કિશોર પુત્ર પણ ઘટના બાદથી ગુમ છે.
કર્ણાટકના ઉડુપીના વતની એલ્વિન પ્રકાશ કુંડરની જુલાઈમાં હત્યા કરવામાં આવી હતી અને તેમનો મૃતદેહ ઓમાન તરફ જતા રસ્તે પાર્ક કરેલી એક કારમાંથી મળી આવ્યો હતો. મૃતકના ભાઈના જણાવ્યા અનુસાર, પ્રકાશના શરીરને 9 ટુકડાઓમાં કાપીને બે અલગ-અલગ બેગમાં પેક કરવામાં આવ્યું હતું.
પ્રકાશની હત્યા બાદ તેમની પત્ની ટીના કુંડર અને તેમનો ધોરણ 10માં અભ્યાસ કરતો કિશોર પુત્ર શંકાસ્પદ રીતે ગાયબ છે. અહેવાલો અનુસાર તેઓ શારજાહ છોડીને સંભવતઃ ભારત પરત ફર્યા હોઈ શકે છે, પરંતુ તેમનું હાલનું ઠેકાણું કે આ હત્યા સાથે તેમનો કોઈ સંબંધ છે કે નહીં તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પ્રકાશ છેલ્લા 14 વર્ષથી શારજાહ એરપોર્ટ પર નોકરી કરતા હતા અને પોતાની પત્ની તથા પુત્ર સાથે યુએઈમાં રહેતા હતા. પત્ની ટીના પણ ઉડુપીના જ વતની છે અને શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતા હતા.
જુલાઈની આસપાસ પ્રકાશનના ભાઈ અનિલ પ્રશાંતે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પ્રકાશે ફોન ન ઉપાડીને માત્ર એવો ટેક્સ્ટ મેસેજ મોકલ્યો હતો કે તે એકદમ મજામાં છે. સામાન્ય રીતે પ્રકાશ હંમેશાં વોઈસ મેસેજ દ્વારા જ વાત કરતા હોવાથી પરિવારને શંકા ગઈ હતી. અઠવાડિયા પછી ફરી ફોન કરવા પર જવાબ ન મળતા ભાઈએ શારજાહમાં રહેતા પ્રકાશના સહાધ્યાયી મનોહરનો સંપર્ક કર્યો હતો.
Related Articles
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસ ભંડાર, સમુદ્ર મંથન અભિયાન વખતે સફળતા
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદ...
Sep 22, 2026
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટાની આફત થઈ જશે..', ટ્રમ્પને કોણે ચેતવ્યા?
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટા...
Sep 22, 2026
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપિયન દેશોનું સમર્થન, ન્યૂયોર્કમાં V4 બેઠકથી વધ્યું બળ
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપ...
Sep 22, 2026
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર ફાયરિંગ કરી બંદૂકની અણીએ મંત્રીનું અપહરણ, ટાયરો સળગાવી ચક્કાજામ
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર...
Sep 22, 2026
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મોસ્કોમાં ભારે તબાહી
રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મ...
Sep 20, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026